/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gujarat-Rainfall-1-1.jpg)
ગુજરાતમાં વરસાદ. (Express photo - Nirmal Harindran)
Gujarat Rain: ગુજરાતમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. સોમવારે સુરતના ઉમરપાડા અને ભરુચના નેત્રંગમાં આભ ફાટ્યું હતું. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારે 15 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં 14 ઇંચ (354 મીમી ) વરસાદ નોંધાયો છે. રાજ્યના 12 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે
રાજ્યામાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં 354 મીમી, ભરુચના નેત્રંગમાં 188 મીમી, નર્મદાના ગરુડેશ્વરમાં 145 મીમી, નર્મદાના નાંદોદામાં 130 મીમી, નર્મદાના તિલડવાડામાં 106 મીમી, સાબરકાંઠાના વિજયનગરમાં 83 મીમી, ગોધરામાં 74 મીમી, વડોદરામાં શિનોરમાં 65 મીમી, રાધનપુરમાં 64 મીમી, આણંદમાં 63 મીમી, ભિલોડામાં 60 મીમી, તારાપુર 56 મીમી, હિંમતનગર 54 મીમી, લખતર 53 મીમી વરસાદ વરસ્યો છે. એટલે કે 14 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.
આ સિવાય બેચરાજી,મેઘરજમાં 46-46 મીમી, મહેસાણા,કરજણમાં 45 મીમી, અમદાવાદ શહેર 44 મીમી, લિંબડી, ખંભાત, સંતરામપુરમાં 41 મીમી, સાવરકુંડલા 40 મીમી, ઇડર 39 મીમી, હારીજ, વઢવાણ 38 મીમી, ગલતેશ્વર, ડભોઈ 37 મીમી, પેટલાદ, વાસો 36 મીમી, ભુજ 34 મીમી, સાવલી 33 મીમી, મહેમદાબાદ,સંજેલી 32 મીમી, બાવળા 31 મીમી, તળાજા, વાઘોડિયા 29 મીમી, સિદ્ધપુર,નડિયાદ, મોરવા હડફ, ખાનપુર, કડાણા 28 મીમી, ગાંધીનગર, સાણંદ, ધોળકા, સોજિત્રામાં 27 મીમી, પ્રાંતિજ, ગોંડલ, હાંસોટ, સંખેડામાં 26 મીમી, સમીમાં 25 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 130 તાલુકામાં 1 થી 24 મીમી વરસાદ વરસ્યો છે.
મંગળવારે 16 જુલાઇએ આ 10 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે મંગળવારના દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા 10 જિલ્લાને રેડ એલર્ટ આપ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લા જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદ થઈ શકે છે. તો મધ્ય ગુજરાતમાં છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો - ગુજરાત માટે ‘આજ’ અને ‘કાલ’ ભારે : હવામાન વિભાગે 10 જિલ્લામાં આપ્યું રેડ એલર્ટ, વરસાદ ભૂક્કા બોલાવશે
આવતીકાલે 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો, 15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ ઓરેન્જ એલર્ટ જિલ્લાઓની વાત કરીએ તો, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, બોટાદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો યલો એલર્ટ મુજબ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાઠાં, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us