/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Rain-.jpg)
Gujarat Rain: ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસું જમાવટ કરી રહ્યું છે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)
Gujarat Rain: ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસું જમાવટ કરી રહ્યું છે. શુક્રવારે રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શનિવારે 29 જૂનના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 182 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરના ધ્રોલમાં સૌથી વધારે 2.5 ઇંચ (61 મીમી) વરસાદ વરસ્યો છે. 22 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
રાજ્યામાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે જામનગરના ધ્રોલમાં 61 મીમી, કામરેજમાં 42 મીમી, ટંકારામાં 39 મીમી, વિસાવદરમાં 37 મીમી, જૂનાગઢના માળિયા હાટીનામાં 35 મીમી, રાજકોટ, જલાલપોર અને આણંદમાં 34-34 મીમી, ચોટીલા, કોટડા સાંગાણી અને નડીયાદમાં 33-33 મીમી, ઉમરગામ અને બોટાદમાં 31-31 મીમી વરસાદ વરસ્યો છે.
આ સિવાય ગોંડલ, વડોદરા, વાંકાનેરમાં 30-30 મીમી, પેટલાદ 29 મીમી, કપરાડા 27 મીમી, લોધિકા-કુતિયાણા , ઉમરાલા 26-26 મીમી, બાબરામાં 25 મીમી વરસાદ વરસ્યા છે. આ સિવાય અન્ય તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો - રાજકોટમાં દિલ્હી જેવી ઘટના, હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેનોપી તૂટી પડી
30મી જૂનની વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ ભાગમાં અરબ સાગર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશન અને વિન્ડ શિયરના કારણે રાજ્યમાં વરસાદની સંભાવના વધી છે. જેના લીધે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગમાં અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 30 જૂનના દિવસે હવામાન વિભાગે રાજ્યના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરુચ, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટની આગાહી કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us