Gujarat Rain : ગુજરાતમાં ચોમાસાની જમાવટ, કેશોદમાં 8.5 ઇંચ અને ખંભાળિયામાં 8 ઇંચ વરસાદ

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારે 1 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 16 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ નોંધાયો

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારે 1 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 16 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ નોંધાયો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain, Gujarat Heavy Rain, Gujarat, Rain

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું જમાવટ કરી રહ્યું છે (Express photo by Nirmal Harindran)

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું જમાવટ કરી રહ્યું છે. નવા મહિનાના પ્રથમ દિવેસ જ રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારે 1 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢના કેશોદમાં 8.5 ઇંચ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. 16 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

રાજ્યામાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં આ પ્રમાણે વરસાદ વરસ્યો છે. જૂનાગઢના કેશોદમાં 8.5 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 8 ઇંચ, જૂનાગઠના વંથલીમાં 196 મીમી, માણાવદર 188 મીમી, કલ્યાણપુર 186 મીમી, જૂનાગઢ 169 મીમી, જૂનાગઢ શહેરમાં 169 મીમી, મેંદરડા 151 મીમી, વિસાવદર 135 મીમી, ધોરાજી, માળીયા હાટીનામાં 132 મીમી, માંગરોળમાં 119 મીમી, દ્વારકામાં 112 મીમી, કોડીનારમાં 109 મીમી, બારડોલી 105 મીમી, ભેંસાણમાં 104 મીમી વરસાદ વરસ્યો છે. 16 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

આ સિવાય નવસારીમાં 99 મીમી, જલાલપોર 88 મીમી, મહુવા 85 મીમી, ગીર ગઢડા 83 મીમી, કાલાવાડ 81 મીમી, સુત્રાપાડા 80 મીમી, જામજોધપુર 79 મીમી વરસાદ વરસ્યો છે. સોમવારે રાજ્યના 206 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો - ગુજરાત માં વરસાદ નું રેડ એલર્ટ : 10 જિલ્લામાં અતિથી અતિભારે, તો 15 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. રાજ્યમાં બે સિસ્ટમ એક્ટિવ થતા ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ શહેરમાં વરસાદની શક્યતા છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરમાં રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત