Gujarat Rain : રવિવારે 66 તાલુકામાં મેઘમહેર, મેંદરડામાં સૌથી વધારે સાડા ત્રણ ઇંચ વરસાદ

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો રવિવારે 23 જૂનના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો રવિવારે 23 જૂનના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rainfall, Gujarat Rain, Gujarat, Rain, ગુજરાત વરસાદ

રવિવારે 23 જૂનના રોજ સવારના 6 થી બપોરના 4 વાગ્યા સુધીમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Gujarat Rain: ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસું જામી રહ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો રવિવારે 23 જૂનના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે જૂનાગઢના મેંદરડામાં સાડા ત્રણ ઇંચ (88 મીમી) વરસાદ વરસ્યો છે.

આ સિવાય સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે ગીર સોમનાથના તાલાલામાં 61 મીમી, જૂનાગઢ જિલ્લા અને શહેરમાં 57 મીમી, વંથલીમાં 55 મીમી, બોટાદમાં 52 મીમી, જામનગરના કાલાવાડમાં 50 મીમી, વિસાવદરમાં 50 મીમી, પાલિતાણામાં 47 મીમી, રાજકોટના લોધીકામાં 43 મીમી, સાવકુંડલામાં 43 મીમી, મોરબીના ટંકારામાં 40 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય પડઘરી, માળિયા હાટિયા, ચુડા, વાપી અને લાઠીમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.

24 જૂનના રોજ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના મોટાભાગના સ્થળોએ, સૌરાષ્ટ્રના જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવના ઘણા સ્થળોએ અને કચ્છ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો - હવામાન વિભાગ આગાહી, આ જિલ્લાઓમાં પડશે અતિભારે થી ભારે વરસાદ, ત્રણ દિવસ યલો-ઓરેન્જ એલર્ટ

25 જૂનના રોજ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 25 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના ઘણા સ્થળોએ, સૌરાષ્ટ્રના જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવના અમૂક સ્થળોએ અને કચ્છ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત