/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Gujarat-Monsoon-2024-Rainfall.jpg)
ગુજરાત ચોમાસુ 2024 વરસાદ અપડેટ્સ
Gujarat Rain, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ચોમાસાની ધીમી પ્રગતિ જોવા મળી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. આ સિવાય રાજ્યમાં અંદાજ પ્રમાણે વરસ્યો નથી. ગુરુવારે 20 જૂનની વાત કરવામાં આવે તો સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડના કપરાડામાં સવા ઇંચ (33 મીમી) વરસાદ વરસ્યો છે.
આ સિવાય સુરતના ચૌર્યાસીમાં 23 મીમી, ઉમરગામમાં 18 મીમી, જલાલપોરમાં 14 મીમી, તાપીના કુકરમુંડામાં 13 મીમી, નર્મદાના નાંદોદમાં 10 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજ્યમાં ખાસ વરસાદ વરસ્યો નથી.
21મી જૂને આ જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગના મતે 21 જૂન પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, તાપી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.
આ પણ વાંચો - આજે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, વાંચો આજની વરસાદની આગાહી
20મીથી 30મી જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદનુ અનુમાન
સૌરાષ્ટ્ર તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 22મી જૂનથી 29મી જૂન સુધીમાં ચોમાસું રાજ્યમાં દરેક જિલ્લામાં પહોંચી જશે. તેથી 20મીથી 30મી જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદનુ અનુમાન છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us