/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Gujarat-Rain.jpg)
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વહેલી શરૂઆત થઈ હતી. જોકે ત્યારબાદ ધીમી પ્રગતિ જોવા મળી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. બુધવારે 19 જૂનની વાત કરવામાં આવે તો સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડના ઉમરગામમાં 2 ઇંચ (50 મીમી) વરસાદ વરસ્યો છે.
સુરતના પલસાણામાં 32 મીમી વરસાદ
આ સિવાય સુરતના પલસાણામાં 32 મીમી, નવસારીમાં 23 મીમી, નવસારીના જલાલપોરમાં 21 મીમી, વલસાડના વાપીમાં 19 મીમી, પારડીમાં 17 મીમી, આહવામાં 13 મીમી, સુરતના ઓલપાડમાં 11 મીમી, ભરુચના વાલિયા અને ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 7 મીમી વરસાદ વરસ્યો છે.
20 જૂને આ જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન લિભાગના મતે 20 જૂને દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાઓમાં અમુક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ-મેઘ ગર્જનાની સંભાવના છે.
આ પણ વાંચો - ભારત માં ચોમાસું હાલ ક્યાં છે? કેમ નબળું પડ્યું? ક્યારે આગળ વધશે? જાણો તમામ પ્રશ્નોના જવાબ
આ સિવાય ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દિવમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ મેઘ ગર્જના સાથે વરસાદની સંભાવના છે. રાજ્યના બાકી જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે.
21મી જૂને આ જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગના મતે 21 જૂન પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, તાપી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.
સિંચાઈ વિભાગના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે, રાજ્યના 206 જળાશયોમાંથી બે જળાશયો એલર્ટ પર છે અને એક જળાશય માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. મંગળવારે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે હવામાન નિરીક્ષણ જૂથની બેઠક દરમિયાન વિસ્તાર મુજબના જળ સંગ્રહની સ્થિતિ પર ચર્ચા દરમિયાન આ ટિપ્પણીઓ આવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us