Gujarat Rain : ગુજરાતમાં ફરી વરસાદ ધીમો પડ્યો, બુધવારે ફક્ત બે તાલુકામાં જ એક ઇંચથી વધુ વરસાદ

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો બુધવારે 10 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 40 તાલુકામાં વરસાદ નોંધાયો છે

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો બુધવારે 10 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 40 તાલુકામાં વરસાદ નોંધાયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
rain, rain news

દેશભરમાં હાલ ચોમાસું પોતાની પકડ જમાવી રહ્યું છે. (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Gujarat Rain: ગુજરાતમાં ફરી વરસાદ ધીમો પડ્યો છે. રાજ્યમાં ફક્ત બે જ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો બુધવારે 10 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 40 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે બોટાદ તાલુકા લગભગ 2 ઇંચ (47 મીમી ) વરસાદ નોંધાયો છે.

રાજ્યામાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. બોટાદમાં 47 મીમી, મોરબીના ટંકારામાં 25 મીમી, છોટા ઉદેપુરના બોડેલીમાં 18 મીમી, અમેરેલીના લીલીયા અને ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 15-15 મીમી, જૂનાગઢના માળિયા હાટિનામાં 14 મીમી, અમરેલીના વાડિયામાં 13 મીમી, અમરેલીના ખાંભા અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 12-12 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 31 તાલુકામાં 1 થી 9 મીમી સુધી વરસાદ વરસ્યો છે.

10 જુલાઇની વરસાદની આગાહી

આઈએમડીના મતે દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો - અમદાવાદ લૂંટ : આંગડિયા પેઢી કર્મીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખ ની લૂંટ

ભારતભરમાં વરસાદની શું છે સ્થિતિ?

દેશભરમાં હાલ ચોમાસું પોતાની પકડ જમાવી રહ્યું છે. દિલ્હીમાં પણ મંગળવારે વરસાદ બાદ ભેજથી થોડી રાહત મળી છે. જ્યારે બિહાર તેમજ ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં વરસાદને કારણે પૂરની આશંકા સેવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશમાં મંગળવારે ચોમાસાની ગતિ થોડી ઓછી હતી, પરંતુ તે ફરી એકવાર ગતિ પકડવા જઈ રહ્યું છે.

ઉત્તર અને પૂર્વોત્તર ભારતમાં વરસાદની ગતિવિધિઓ વધશે. આવતીકાલે સિક્કિમ અને મેઘાલયમાં વધુ વરસાદની સંભાવના છે. આવતીકાલે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મુશળધાર વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પંજાબમાં હવામાન પલટાયું છે. હવામાન વિભાગે તરણ તારણ, કપૂરથલા, અમૃતસર, ગુરદાસપુરમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ સાથે જ 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 12 જુલાઈ માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હરિયાણાના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ સાથે જ 11 જુલાઈથી 13 જુલાઈ સુધી હરિયાણાના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

પહાડો પર કેવી છે મોસમની સ્થિતિ?

ઉત્તરાખંડની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ ઉંચાણવાળા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી પર્વતોમાં વધુ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આઈએમડીના જણાવ્યા અનુસાર, 11-12 જુલાઈએ ઉના, બિલાસપુર, હમીરપુર, ચંબા, કાંગડા, શિમલા, સોલન અને સિરમૌર જિલ્લાના ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આઈએમડીના જણાવ્યા મુજબ હિમાચલ પ્રદેશમાં ચોમાસું સક્રિય છે અને આ વખતે જુલાઈ મહિનામાં ઘણો સારો વરસાદ થયો છે. ભારે વરસાદ બાદ નદી અને ઝરણાં ઉફાન પર છે. આવી સ્થિતિમાં તમામ લોકોને નદી અને ઝરણાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં 11 જુલાઇના રોજ વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત