Gujarat Rain : રાજ્યમાં મંગળવારે 72 તાલુકામાં વરસાદ, વેરાવળમાં 5.5 ઇંચ, માણાવદરમાં 5 ઇંચ

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારે 16 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 9 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારે 16 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 9 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain data, Gujarat rain updates, Gujarat Monsoon Forecast

ગુજરાતમાં વરસાદ - Photo - Social media

Gujarat Rain: ગુજરાતમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. મંગળવારે ગીર સોમનાથના વેરાવળ અને જુનાગઢના માણાવદરમાં ભારે વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારે 16 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ગીર સોમનાથના વેરાવળ 5.5 ઇંચ અને જુનાગઢના માણાવદરમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 9 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે

રાજ્યામાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં 131 મીમી, માણાવદર 129 મીમી, માંગરોળ 121 મીમી, માળિયા હાટીના 120, રાજકોટના વિંછીયામાં 90 મીમી, મેંદરડા 60 મીમી, પોરબંદર અને ખંભાળિયામાં 59 મીમી અને કલ્યાણપુરમાં 58 મીમી વરસાદ વરસ્યો છે. એટલે કે 9 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

આ સિવાય રાજકોટના લોધિકામાં 49 મીમી, પોરબંદરના રાણાવાવમાં 48 મીમી, સુત્રાપાડામાં 46 મીમી, કોટડા સાંગણી,કુતિયાણામાં 41 મીમી, અબડાસા 38 મીમી, ઉમરગામ 37 મીમી, બગસરા 34 મીમી, ભેંસાણ 33 મીમી, જૂનાગઢ તાલુકો અને જૂનાગઢ શહેરમાં 30 મીમી, વંથલી 27 મીમી અને વાડીયામાં 25 મીમી વરસાદ વરસ્યો છે. 22 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. આ સિવાય 50 તાલુકામાં 1 થી લઇને 23 મીમી સુધી વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો - Gujarat Weather : સાત જિલ્લામાં રેડ એલર્ટ

બુધવારે 17 જુલાઇએ આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

17 જુલાઇને બુધવારની આગાહીની વાત કરીએ તો આઠ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, પંચમહાલ, સુરત, નવસારી અને વલસાડમાં મેઘરાજા મનમુકીને બેટિંગ કરી શકે છે. તો રાજ્યના અન્ય તમામ જિલ્લામાં યલો એલર્ટ સાથે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત