/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Gujarat-Monsoon-2024.jpg)
Gujarat Rain: ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસું જમાવટ કરી રહ્યું છે (Express photo - Nirmal Harindran)
Gujarat Rain: ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસું જમાવટ કરી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો બુધવારે 26 જૂનના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મોરબીના ટંકારામાં સૌથી વધારે 4.5 ઇંચ (109 મીમી) વરસાદ વરસ્યો છે. 18 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
મોરબીના ટંકારામાં 4.5 ઇંચ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે મોરબીના ટંકારામાં 4.5 ઇંચ, ગીર સોમનાથના કોડીનારમાં 3 ઇંચ, ગોંડલમાં 3 ઇંચ, જૂનાગઢમાં પોણા ત્રણ ઇંચ, બનાસકાંઠાના દાંતામાં 2.5 ઇંચ, જેતપુરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે.
આ સિવાય સુત્રાપાડામાં 47 મીમી, કાલાવાડ-મેંદરડામાં 42-42 મીમી, વાંકાનેર-વેરાવળમાં 32-32 મીમી, ઇડરમાં 31 મીમી, મોરવા હડફ-ઉમરપાડામાં 29-29 મીમી, માગંરોળમાં 28 મીમી, હળવદ-ડભોઈમાં 25-25 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય ઘણા તાલુકામાં છુટો છવાયો વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો - ગુજરાતમાં વરસાદ: છોટા ઉદેપુર અને દાહોદના અનેક ગામોનો સંપર્ક ખોરવાયો, ક્યાં-ક્યાં ભારે વરસાદની આગાહી?
27 જૂનના રોજ વરસાદની આગાહી
ગુરૂવારે 27 જૂનના રોજ વરસાદની આગાહીની વાત કરીએ તો ફરી મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અને સૌરાષ્ટ્રમાં અમરેલી, અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના જોતા યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણાના કેટલાક વિસ્તાર, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જિલ્લામાં 30-40 કિમી પવન અને મેઘ ગર્જના સાથે મધ્યમથી હળવા વરસાદની સંભાવના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us