Gujarat Rain: ગુજરાતના સૌરાષ્ટ્રમાં વરસાદની જમાવટ જોવા મળી રહી છે. ભારે વરસાદના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શનિવારે 20 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 6 વાગ્યા સુધીમાં 87 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દ્વારકામાં 6.5 ઇંચ અને જૂનાગઢમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 8 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે
રાજ્યામાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. દ્વારકામાં 6.5 ઇંચ, જૂનાગઢમાં 5 ઇંચ, વેરાવળમાં 4.5 ઇંચ, તલાલા અને વંથલીમાં 4 ઇંચ, મેંદરડામાં 3.5 ઇંચ અને માણાવદરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 8 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે.
જ્યારે માંગરોળમાં 46 મીમી, ઉમરગામ 37 મીમી, માળિયા હાટિના 35 મીમી, રાણાવાવ 31 મીમી, ઉપલેટા 30 મીમી અને પોરબંદર 29 મીમીમાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 14 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. આ સિવાય 73 તાલુકામાં 1 થી લઇને 22 મીમી સુધી વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો – Gujarat Rain : સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા, દ્વારકામાં 13 ઇંચ અને પોરબંદરમાં 11 ઇંચ વરસાદ
21 જુલાઇના રોજ વરસાદની આગાહી
21 જુલાઇને રવિવારના રોજ આઇએમડીની આગાહીની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અંત્યત ભારે વરસાદની આગાહી છે, એટલે કે રેડ એલર્ટ છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ સિવાય કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.