Gujarat Rain : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, સુત્રાપાડા અને વંથલીમાં 6-6 ઇંચ વરસાદ

Gujarat Weather And IMD Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવારે 18 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 21 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે

Gujarat Weather And IMD Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવારે 18 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 21 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rainfall Forecast, Gujarat Rain

Gujarat Rain: ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા મેઘમહેર યથાવત્ છે (Express photo - Nirmal Harindran)

Gujarat Rain: ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા મેઘમહેર યથાવત્ છે. ગુરુવારે ગીર સોમનાથના સુત્રાપાડા અને જુનાગઢના વંથલીમાં ભારે વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવારે 18 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ગીર સોમનાથના સુત્રાપાડામાં 6 ઇંચ અને જુનાગઢના વંથલીમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 21 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે

રાજ્યામાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુત્રાપાડામાં 158 મીમી, વંથલીમાં 155 મીમી, વેરાવળમાં 144 મીમી, કેશોદ 93 મીમી, કાલાવડ 90 મીમી, પોરબંદર 87 મીમી, માણાવદર અને ખાંભામાં 78 મીમી, કલ્યાણપુર 77 મીમી, માળિયા હાટિના 73 મીમી, માંગરોળ 72 મીમી, જુનાગઢ 70 મીમી, કુતિયાણા 69 મીમી, કોડિનાર 66 મીમી, શિહોર 64 મીમી, બગસરા અને ગીર ગઢડામાં 60 મીમી, વિસાવદર 58 મીમી, વલસાડ 57 મીમી, તાલાલામાં 53 મીમી વરસાદ વરસ્યો છે. 21 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

આ સિવાય ઉનામાં 42 મીમી, મેંદરડા,દેવભૂમિ દ્વારકામાં 40 મીમી, ભાણવડ 35 મીમી, જલાલપોર 31 મીમી, ટંકારા 30 મીમી, જામજોધપુર, ધારી, ગણદેવીમાં 27 મીમી, જાફરાબાદ અને દ્રારકામાં 26 મીમી વરસાદ વરસ્યો છે. 32 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. આ સિવાય 59 તાલુકામાં 1 થી લઇને 22 મીમી સુધી વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો - પાંચ દિવસ અતિભારે વરસાદની સંભાવના, ગુજરાતમાં સિઝનનો કેટલા ટકા વરસાદ નોંધાયો?

19 જુલાઇના રોજ વરસાદની આગાહી

19 જુલાઇને શુક્રવારના રોજ આગાહીની વાત કરીએ તો રાજ્યના પશ્ચિમ-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમેરલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ સિવાય મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળશે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત