ગુજરાતમાં વરસાદ આગાહી : મુંબઈમાં વરસાદ શરૂ, ગુજરાતમાં આજે આટલા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

Gujarat Weather Report, Gujarat Weather Updates, Monsoon forecast, ગુજરાત વેધર : ચોમાસાના આગમની રાહ વચ્ચે હવામાન વિભાગે આજે 6 જૂન 2024, ગુરુવારના મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ સેવી હતી.

Gujarat Weather Report, Gujarat Weather Updates, Monsoon forecast, ગુજરાત વેધર : ચોમાસાના આગમની રાહ વચ્ચે હવામાન વિભાગે આજે 6 જૂન 2024, ગુરુવારના મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ સેવી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat monsoon forecast, rain may fall in Gujarat Today, ગુજરાતમાં વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદની આગાહી - Express photo

Gujarat Weather Report, Gujarat Weather Updates, Monsoon forecast, ગુજરાત વેધર, ગુજરાતમાં વરસાદ આગાહી : ગુજરાતમાં ભારે ગરમી વચ્ચે લોકો વરસાદની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ચોમાસાએ દસ્તક દીધી છે. પ્રીમ મોન્સૂન એક્ટિવિટીના પગલે મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

Advertisment

હવે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ચોમાસું પહોંચવાની શક્યતાઓ છે. જોકે, ચોમાસાના આગમની રાહ વચ્ચે હવામાન વિભાગે આજે 6 જૂન 2024, ગુરુવારના મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ સેવી હતી. અત્યારે ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીના આસપાસ રહ્યો છે.

ગુજરાતના આ વિસ્તારોમાં પવન સાથે પડી શકે છે વરસાદ

હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે આજે ગુરુવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આ વિસ્તારોની વાત કરીએ તો દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં વંટોળ સાથે વરસાદ પડી શકે છે. જોકે, 7 જૂન 2024 એટલે કે શુક્રવારે ભારે પવન અને ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ સમયે પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે.

વરસાદની રાહ વચ્ચે સુરેન્દ્રનગર અને અમદાવાદ રહ્યા સૌથી ગરમ

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે બુધવારે રાજ્યમાં 41.7 ડિગ્રની આસપાસ ગરમી રહી હતી. આમ અમદાવાદ અને સુરેન્દ્રનગર રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા હતા. બંને વિસ્તારમાં અનુક્રમે 41.7 ડિગ્રી અને 41.8 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. આ ઉપરાંત ગાંધીનગરમાં 41.5 ડિગ્રી, વિદ્યાનગર 40.9 ડિગ્રી , રાજકોટમાં 41.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અન્ય વિસ્તારોમાં મોટાભાગે તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેતા લોકો તોબા પોકારી ગયા હતા.

Advertisment

આ પણ વાંચોઃ- Gujarat Monsoon IMD Forecast: ગુજરાતમાં વરસાદ ક્યારે શરૂ થશે? કેરળ થી કાશ્મીર સુધી ચોમાસાનો સંપૂર્ણ ટાઇમટેબલ જૂઓ

બુધવારે રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ41.7 29.0
ડીસા39.7 27.6
ગાંધીનગર41.5 29.0
વલ્લભ વિદ્યાનગર40.9 28.5
વડોદરા39.2 30.2
સુરત36.229.4
વલસાડ36.4 22.4
દમણ35.4 28.8
ભુજ37.127.7
નલિયા35.4 28.7
કંડલા પોર્ટ37.0 28.5
કંડલા એરપોર્ટ39.4 28.2
અમરેલી0000
ભાવનગર37.4 29.6
દ્વારકા33.2 29.0
ઓખા34.828.7
પોરબંદર35.2 28.5
રાજકોટ41.4 25.1
વેરાવળ35.4 29.3
દીવ35.0 28.3
સુરેન્દ્રનગર41.8 28.4
મહુવા38.4 28.7
કેશોદ37.2 28.4

આજે અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

આજે અમદાવાદના હવામાન વિશે accuweather.com માં જણાવ્યું છેકે આજે અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી લઈને 29 ડિગ્રી વચ્ચે રહેશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેશે. શહેરમાં પવનની ગતિ 16 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણએ 62 ટકા રહેશે. દ્રષ્યતા 16 કિલોમીટરની રહેશે. હવાની ગુણવત્તા સ્વાસ્થ્ય માટે સારી છે.

ચોમાસું ઉનાળો વરસાદ ગુજરાત