Gujarat Rain forecast : ગુજરાતના આ વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડશે, 30-40 kmની ઝડપે પવન ફૂંકાશે

Gujarat Weather Report, Gujarat Weather Updates, Monsoon forecast, ગુજરાત વેધર : ગુજરાતમાં ક્યાંક ક્યાંક વરસાદ પડવોનો શરુ થયો છે ત્યારે હવે લોકોને ટૂંક સમયમાં ગરમીમાંથી રાહત મળશે.

Gujarat Weather Report, Gujarat Weather Updates, Monsoon forecast, ગુજરાત વેધર : ગુજરાતમાં ક્યાંક ક્યાંક વરસાદ પડવોનો શરુ થયો છે ત્યારે હવે લોકોને ટૂંક સમયમાં ગરમીમાંથી રાહત મળશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
ગુજરાત વેધર, વરસાદની આગાહી | Gujarat Rain forecast, monsoon report

ગુજરાત વેધર, વરસાદની આગાહી Express photo

Gujarat Weather Report, Gujarat Rain forecast, Monsoon forecast, ગુજરાતમાં વરસાદ આગાહી, ગુજરાત વેધર : ગુજરાતમાં હવે ઉનાળો એકદમ પૂર્ણતાના આરે આવીને ઊભો છે ગુજરાતમાં ક્યાંક ક્યાંક વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે. જોકે, સત્તાવાર ચોમાસું બેસવાની જાહેરાત થઈ નથી. પરંતુ હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહીઓ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ વરસાદના એંધાણથી ગુજરાતીઓને હાસકારો થયો છે. હવે ગુજરાતના લોકોને અસહ્ય ગરમીમાં સેકાવું નહીં પડે. આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Advertisment

Gujarat Rain forecast : ગુજરાતમાં આ વિસ્તારોમાં ગાજવીજ અને વંટોળ સાથે પડશે વરસાદ

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે 10 જૂન 2024, સોમવારના રોજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. વિસ્તાર અંગે વાત કરીએ તો વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વંટોળ સાથે હળવો વરસાદ પડશે.

આ ઉપરાંત અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગ જિલ્લાઓ ઉપરાંત બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે પવન, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે.

Advertisment

ગુજરાતમાં ગરમી ફરી 43 ડિગ્રી પાર

હવામાન વિભાગે જાહેર કરેલા ગરમીના આંકડા પ્રમાણે ગુજરાતના અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ફરી 43 ડિગ્રીને પાર કરી ગયો હતો. અમદાવાદમાં 43.1 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ગુજરાતમાં ડિસામાં 42.5 ડિગ્રી, ગાંધીનગરમાં 43 ડિગ્રી, રાજકોટમાં 42.4 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. આ ઉપરાંત રવિવારે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહ્યું હતું જ્યારે લઘુતમ તાપમાન 33.7 ડિગ્રી રહ્યું હતું.

રવિવારે રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ43.1 31.0
ડીસા42.5 30.4
ગાંધીનગર43.0 30.5
વલ્લભ વિદ્યાનગર39.029.4
વડોદરા41.8 30.0
સુરત37.9 30.0
વલસાડ36.6 21.8
દમણ34.6 29.4
ભુજ41.2 28.4
નલિયા36.6 29.0
કંડલા પોર્ટ37.2 29.0
કંડલા એરપોર્ટ42.9 29.0
અમરેલી0000
ભાવનગર40.9 30.1
દ્વારકા33.7 29.3
ઓખા36.2 29.4
પોરબંદર36.5 28.5
રાજકોટ42.4 26.2
વેરાવળ34.6 26.3
દીવ35.828.8
સુરેન્દ્રનગર43.5 29.6
મહુવા40.4 29.5
કેશોદ39.0 28.8

આ પણ વાંચોઃ- દ્વારકાના દરિયાકાંઠેથી 16 કરોડની કિંમતનું અફઘાન હશીશ ઝડપાયું

આજે અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

આજે 10 જૂન 2024, સોમવારે સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે ત્યારે AccuWeather.com પ્રમાણે આજે અમદવાાદમાં તાપમાન મહત્તમ 41 ડિગ્રી અને લઘુતમ 29 ડિગ્રી જેટલું રહેશે. અમદાવાદમાં આજે યુવી ઇન્ડેક્સ 4 મોડરેટ રહેશે. પવનની ગતિ 17 કિમી પ્રતિ કલાકની રહેશે. હવામાં ભેજનું પ્રમાણ 61 ટકા રહેશે.આકાશમાં 63 ટકા ભાગ વાદળોથી ઘેરાયેલો રહેશે.

ચોમાસું ઉનાળો વરસાદ ગુજરાત