Gujarat Monsoon Forecast : આજે સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Weather Report, Gujarat Weather Updates, Monsoon forecast, ગુજરાત વેધર : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Gujarat Weather Report, Gujarat Weather Updates, Monsoon forecast, ગુજરાત વેધર : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
ગુજરાત વેધર, વરસાદની આગાહી | Gujarat Rain forecast, monsoon report

ગુજરાત વેધર, વરસાદની આગાહી Express photo

Gujarat Monsoon Forecast, IMD Rain forecast, Gujarat Weather Updates, ગુજરાતમાં ચોમાસું, ગુજરાત વેધર : ગુજરાતમાં ચોમાસું એકદમ નજીક આવીને ઊભું છે ત્યારે આજે આખા ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના તમામ જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વરસાદ પડશે. પવન, ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આમ ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે.

Advertisment

Gujarat Monsoon Forecast : ગુજરાતભરમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે 12 જૂન 2024, બુધવારે વરસાદ (Gujarat Monsoon Forecast) પડી શકે છે. વિસ્તારોની વાત કરીએ તો ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં વરસાદની શક્યતાઓ છે. તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટા, કચ્છ અને દીવમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ- વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ કેમ મનાવવામાં આવે છે, જાણો ઈતિહાસ, થીમ, મહત્વ

Advertisment

ગુજરાતમાં હજી ગરમી 40 ડિગ્રી આસપાસ

ગુજરાતમાં ચોમાસું અડીને ઊભું છે તેમ છતાં ગુજરાતમાં ગરમી ઓછી થવાનું નામ નથી લેતી. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. જેમાં સૌથી વધારે સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી રહ્યું હતું. ત્યારબાદ ડિસામાં 41.5 ડિગ્રી અને વિદ્યાનગરમાં 41.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે 40.4 ડિગ્રી અને 40.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

વેધર ન્યૂઝ ચોમાસું વરસાદ ગુજરાત