Gujarat Monsoon Forecast : અમદાવાદ સહિત ગુજરાતમાં બે દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે પડશે વરસાદ

Gujarat Weather Report, Gujarat Weather Updates, Monsoon forecast, ગુજરાત વેધર : વરસાદની રાહ જોઈ રહેલા અમદાવાદ અને ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર છે. ગુજરાતમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

Gujarat Weather Report, Gujarat Weather Updates, Monsoon forecast, ગુજરાત વેધર : વરસાદની રાહ જોઈ રહેલા અમદાવાદ અને ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર છે. ગુજરાતમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
ગુજરાત હવામાન વરસાદની આગાહી |Gujarat Weather Forecast

ગુજરાત હવામાન વરસાદની આગાહી Express photo

Gujarat Monsoon Forecast, ગુજરાતમાં વરસાદની આગાહી, ગુજરાત વેધર : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી બાદ વરસાદે અમદાવાદમાં પણ એન્ટ્રી કરી હતી. ગુરુવાર રાત્રે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે હવે બે દિવસ 14 જૂન અને 15 જૂન અમદાવાદ સહિત ગુજરાતના મોટભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાડ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. બીજી તરફ ગુજરાતમાં હજી પણ ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે.

Advertisment

બે દિવસ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે અને કાલે 14 - 15 જૂન 2024ના રોજ ગુજરાતના 14થી વધારે જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે. પવનની ગતિ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

  • 14 જૂન 2024ની આગાહી

આજે 14 જૂન 2024ના દિવસે ગુજરાતના અમદાવાદ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને બોટાદમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશે.

  • 15 જૂન 2024ની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે આવતી કાલે 15 જૂન 2024ના રોજ મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી સહિત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ પડશે.

Advertisment
Gujarat Weather Forecast, Gujarat Weather Report, Gujarat Weather updates, Gujarat Weather news
ગુજરાતમાં વરસાદની આગાહી - Express photo

ગુજરાતમાં ગરમીનો પારો ફરી 42 ડિગ્રી પહોંચ્યો

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ક્યાંક વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ગરમી પડી રહી છે. ગુજરાતમાં ગુરુવારે ગરમીનો પારો 42 ડિગ્રી નજીક પહોંચ્યો હતો. વિદ્યાનગર 41.9 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

આ પણ વાંચોઃ-જામનગર : બૂટલેગરે સરકારી હોસ્પિટલમાં જઈ પાડોશીને ચપ્પાના ઘા મારી પતાવી દીધો

આ ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગર 41.5 ડિગ્રી સાથે બીજા સ્થાને રહ્યા હતા. ગાંધીનગરમાં 41.3 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. રાજકોટમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. આ ઉપરાંત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો.

આજે અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

AccuWeather.com પ્રમાણે આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુતમ તપામાન 33 ડિગ્રી રહેશે. મેક્સ યુવી ઇન્ડેક્સ 5 મોડરેટ રહેશે. પવનની ગતિ 18 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. હવામાં ભેજનું પ્રમાણે 64 ટકા રહેવાથી બફારો અનુભવાશે. આકાશમાં 16 ટકા વાદળો છવાયેલા રહેશે. આમ અમદાવાદમાં આજના દિવસે ઘરની અંદર અને બહાર ભારે બફારો અનુભવાશે.

વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત