/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Gujarat-Monsoon-forecast.jpg)
ગુજરાતમાં વરસાદની આગાહી - Express photo
Gujarat Monsoon Forecast, IMD Rain forecast, Gujarat Weather Updates, ગુજરાતમાં ચોમાસું, ગુજરાત વેધર : ગુજરાતમાં ચોમાસાના આગમનને માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં મોટભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાના શરૂ થઈ ગયા છે. જેના પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. જોકે, આગામી 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે દસ્તક આપશે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે રાજ્યના 17 જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.
Gujarat Monsoon Forecast : 11 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે ગુજરાતના 17 જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે જેમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. આ વિસ્તારોમાં પવનની ગતિ 30-40 કિલોમીટર પ્રતિકલાકની રહેવાની ધારણા છે.
બીજી તરફ પંચમહાલ અને દાહોદ ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાત અને દિવસમાં હળવો વરસાદ પડવાની શક્યાતો હવામાન વિભાગે સેવી છે.
આ પણ વાંચોઃ- મોદી સરકાર 3.0 : ગુજરાતમાંથી 6 સાંસદ મંત્રી બન્યા, જુઓ કોણ-કોણ સામેલ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
- ભરૂચ - 5
- ચાણસ્મા - 5
- કડી - 12
- પ્રાંતિજ - 2
- ગાંધીનગર - 11
- કલોલ - 22
- અમદાવાદ શહેર - 5
- છોટા ઉદેપુર - 5
- મોરવા હડફ - 27
- કડાણા - 20
- સંતરામપુર - 40
- ધનપુર - 5
- સિંગવાડ - 4
- સંજેલી - 15
- અમરેલી - 2
- બાબરા - 2
- રાજુલા - 5
- સાવરકુંડલા - 4
- પાલિતાણા - 3
- ખેરગામ - 5
- ધરમપુર - 2
- કપરાડા - 10
(નોંધ - વરસાદના આંકડા મિલિ મિટરમાં છે)
વરસાદની આગાહ વચ્ચે હજી પણ ગુજરાતમાં ગરમી 43 ડિગ્રી
હવામાન વિભાગ એક તરફ રાજ્યમાં વરસાદની આગાહી કરી રહ્યું છે તો બીજી તરફ સોમવારે ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ ગરમી નોંધાઈ હતી.રાજ્યમાં સૌથી વધારે ગરમી કંડલા એરપોર્ટ પર 43 ડિગ્રી નોંધાઈ હતી ત્યારબાદ સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી, રાજકોટ, ડિસામાં 41.6 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી નોંધાઈ હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us