Gujarat Monsoon Rain: ગુજરાત વરસાદ: ભરૂચમાં આભ ફાટ્યું, 18 ઇંચ વરસાદ થી જળબંબાકાર, વાહન પાણીમાં તણાયા

Gujarat Monsoon Rain Update: ગુજરાતના ભરૂચમાં આભ ફાટતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદથી રોડ રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી. વાંચો આગામી 3 દિવસ માટે વરસાદની આગાહી

Written by Ajay Saroya
Updated : September 03, 2024 12:23 IST
Gujarat Monsoon Rain: ગુજરાત વરસાદ: ભરૂચમાં આભ ફાટ્યું, 18 ઇંચ વરસાદ થી જળબંબાકાર, વાહન પાણીમાં તણાયા
Gujarat Monsoon Rain Update: ભરૂચમાં આભ ફાટતા જળબંબાકાર, રોડ રસ્તા પર નદીઓ વહેવા લાગી છે.

Gujarat Monsoon Rain Update: ગુજરાતમાં ફરી ભારે વરસાદ થી ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે. ભરૂચમાં આભ ફાંટતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. ભરૂચમાં સોમવાર અને મંગળવાર સવારે 10 વાગે સુધી 18 ઇંચ વરસાદ પડ્યો છે. ભરૂચના વાલિયા તાલુકામાં મંગળવારે આભા ફાટતા માત્ર 4 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા બે – ત્રણ દિવસથી ભારે વરસાદ વરસતા ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લા જળબંબાકાર થઇ ઘયા છે. સુરત અને વલસાડમાં પણ મંગળવારે સવારે 6 થી 10 વાગે સુધી 4 ઇંચ વરસાદ પડ્યો છે.

ભરૂચમાં આભ ફાટ્યું, 18 ઇંચ વરસાદ

ભરૂચ 18 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભરૂચના વાલિયા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ વાલિયા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 297 મીમી વરસાદ પડ્યો છે. વાલિયા ઉપરાંત ભરૂચ જિલ્લાના અન્ય તાલુકાની વાત કરીયે તો આમોદમાં 14 મીમી, અંકલેશ્વરમાં 65 મીમી, ભરૂચ શહેરમાં 185 મીમી, હોંસોટમાં 33 મીમી, જંબુસરમાં 12 મીમી, ઝઘડિયામાં 40 મીમી, નેત્રંગમાં 94 મીમી, વાગરામાં 89 મીમી વરસાદ પડ્યો છે. આમ છેલ્લા 24 કલાકમાં ભરૂજ જિલ્લામાં કુલ 92.11 મીમી એટલે કે સાડા 3 ઇંચ વરસાદ પડ્યો છે.

મંગળવારે ક્યા કેટલો વરસાદ પડ્યો

હવામાન વિભાગે ગુજરાતમાં 2 થી 6 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં સોમવારથી ઘણા જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. મંગળવારે સવારના 6 થી 10 વાગે સુધી સૌથી વધુ ભરૂચના વાલિયામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરતના ઉમરવાડામાં 4 ઉંચ, વલાડના 3.8 ઇંચ, વાપીમાં 3 ઇંચ, પલસાણામાં 2.8 ઇંચ, કચ્છના રાપરમાં અઢી ઇંચ, સુરતના માંગરોળમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં સવારના 6 થી 10 વાગે સુધી ધોલેરા, માંડલ, વિરમગામમાં અડધા ઇંચ સુધી વરસાદ પડ્યો છે.

3 સપ્ટેમ્બરની વરસાદની આગાહી

હવામાન વિભાગે 3 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદામાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

4 સપ્ટેમ્બરની વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા 4 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ ,નર્મદા અને સુરતમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

5 સપ્ટેમ્બરની વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા 5 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ