/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gujarat-Rainfall-1-1.jpg)
ગુજરાતમાં વરસાદ. (Express photo - Nirmal Harindran)
Gujarat Rain IMD Monsson Update: ગુજરાતમાં નવરાત્રી પહેલા વરસાદ વરસતા ગરબા પ્રેમીઓ ચિંતાનો માહોલ છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી સતત વરસાદી માહોલ છે. હવામાન વિભાગે પણ હાલ 2 -3 દિવસ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.
ગુજરાતમાં શુક્રવારે 189 તાલુકામાં વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં શુક્રવારે સવારના 6 થી રાતના 8 વાગે સુધી કુલ 189 તાલુકામાં વરસાદ પડ્યો છે. નવરાત્રી પહેલા જામેલા વરસાદી વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે ગુજરાત માટે વરસાદની વધુ એક આગાહી કરી છે.
શુક્રવારે સાગબારામાં સૌથી વધુ વરસાદ
ગુજરાતમાં શુક્રવારે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સવારના 6 થી રાતના 8 વાગે સુધી સૌથી વધુ 3.82 ઇંચ વરસાદ પડ્યો છે. તો જુનાગઢમાં 3.62 ઇંચ, રાજકોટના ધોરાજીમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. દાંતા, વડાલી, ઉપલેટા, ચુડા, વંથલી, માંગરોળ, સતલાસણા, ઉમરપાડા, મેંદારડા, ખેડા, પારડીમાં બે થી 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદના દસ્કોઇમાં શુક્રવારે રાતે 8 વાગે સુધી પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે.
તો શુક્રવારે સૌથી ઓછો વરસાદ વડોદરાના સાવલી, પંચમહાલના ધોંધાબા અને કાલોર, જામનગરના લાલપુર અને જામનગર શહેર, દ્વારકા માં 1 -1 મીમી વરસાદ પડ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us