/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/heavy-rain-in-gujarat.jpg)
ગુજરાતમાં ભારે વરસાદ - Express photo
Gujarat Rain: ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરુ થયો છે. હવે ઉત્તર ગુજરાતમાં મેઘમહેર કરી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારે 29 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સાબરકાંઠાના પ્રાંતિજમાં 6.5 ઇંચ અને વિસનગરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. સોમવારે 10 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. પ્રાતિંજમાં 165 મીમી (6.5 ઇંચ), વિસનગર 154 મીમી (6 ઇંચ), મહેસાણા 141 મીમી (5.5 ઇંચ), લુણાવાડા 126 મીમી (5 ઇંચ), 123 મીમી (5 ઇંચ), વડગામ 122 મીમી (5 ઇંચ), તલોદ 115 મીમી (4.5 ઇંચ), હિંમતનગર 114 મીમી (4.5 ઇંચ), મોડાસા 108 મીમી (4 ઇંચ), કપરાડા 105 મીમી (4 ઇંચ)વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત માણસા 99 મીમી, જોટાણા 97 મીમી, મેઘરજ 95 મીમી, બાયડ 89 મીમી, હાંસોટ 82 મીમી, વડનગર 75 મીમી, ઉંઝા 73 મીમી, વાપી 71 મીમી, ધરમપુર 69 મીમી, પાલનપુર 65 મીમી, સાંતલપુર 63 મીમી, બેચરાજી, ખાનપુર 62 મીમી, વડોદરા 61 મીમી, સંતરામપુર 60 મીમી, દેહગામ 59 મીમી, ધાનેરા 57 મીમી, ભિલોડા 56 મીમી, ઓલપાડ 54 મીમી, ખેડબ્રહ્મા, ડાંગ-આહવા 53 મીમી, દાંતિવાડા અને માલપુરમાં 51 મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં કુલ 33 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. આ સિવાય 171 તાલુકામાં 1 થી લઇને 49 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
30 જુલાઇની વરસાદની આગાહી
30 જુલાઇને મંગળવારનો રોજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ છે. એટલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો - રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કેટલો વરસાદ પડ્યો? જળાશયોની સ્થિતિ શું છે?
52 જળાશયો હાઈએલર્ટ પર
રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે 45 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત સાત જળાશયોમાં 90 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,78,286 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 53.37 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 2,64,362 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 47.19 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us