Gujarat Monsoon Weather: ગુજરાત તરફ આગળ વધતું ચોમાસું, અમદાવાદમાં વરસાદી વાતાવરણ, ક્યારે પડશે ધોધમાર વરસાદ?

Gujarat Today Weather Forecast Update: ધીમે ધીમે ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જોકે, ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ઉકળાટ અને બફારો યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકાર ગયા છે.

Gujarat Today Weather Forecast Update: ધીમે ધીમે ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જોકે, ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ઉકળાટ અને બફારો યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકાર ગયા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
today weather imd forecast in gujarat

ગુજરાત આજનું હવામાન આગાહી - Photo by IEGujarati

IMD Gujarat Weather Forecast update Today, આજનું હવામાન : ગુજરાતમાં ઉનાળો હવે પુરો થઈ ગયો છે. જોકે, હજી ગુજરાતમાં ચોમાસું બેશેની સત્તાવાર જાહેરાત થઈ નથી. દક્ષિણ ભારત અને મુંબઈ સુધી વરસાદ આવી ચડ્યું છે. ધીમે ધીમે ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જોકે, ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ઉકળાટ અને બફારો યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકાર ગયા છે. હવામાન વિભાગે ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisment

અમદાવાદમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ, ક્યાંક વરસાદી છાંટા

આજે ભારેથી અતિ ભારે વરસાદની આાગહી વચ્ચે અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આજે સોમવારે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. અમદાવાદામાં ક્યાંક ક્યાંક વરસાદી છાંટા પણ પડ્યા હતા. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આજથી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ભારેથી અતિ ભારે વરસાદ પડશે

હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી કરી છે. જે પૈકી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisment

આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદવાાદ, પંચમહાલ, દાહો, મહિસાગર, પાટણ, સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ37.5 26.5
ડીસા36.6 26.0
ગાંધીનગર37.0 26.6
વિદ્યાનગર40.3 25.6
વડોદરા37.2 26.8
સુરત36.0 27.2
વલસાડ
દમણ33.2 26.4
ભૂજ38.8 26.1
નલિયા36.5 28.8
કંડલા પોર્ટ34.7 25.1
કંડલા એરપોર્ટ35.4 24.5
અમરેલી36.5 25.2
ભાવનગર35.5 27.6
દ્વારકા33.2 29.2
ઓખા35.9 29.3
પોરબંદર34.9 29.4
રાજકોટ35.5 22.7
વેરાવળ32.3 28.7
દીવ31.7 27.5
સુરેન્દ્રનગર35.8 26.2
મહુવા35.8 27.5
કેશોદ35.6 28.4

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના અંગે તમામે તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગરમીમાં ઘટાડો છતાં ઉકળાય યથાવત

ગુજરાતમાં ચોમાસું નજીક આવી ઊભું છે ત્યારે ગરમીમાં ઘટાડો નોંધાયો હતો. ગરમી ઘટવા છતાં વાતાવરણમાં ઉકળાય અને બફારો રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. હવામાન વિભાગે આપેલા ગરમીના આંકડા પ્રમાણે ગુજરાતમાં 31.7 ડિગ્રીથી લઈને 40.3 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 40.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે વિદ્યાનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દીવમાં 31.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ ગુજરાત