Gujarat new cabinet minister Education : દિવાળી પહેલા ગુજરાતને નવું મંત્રીમંડળ મળ્યું છે. ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ તમામ નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. હર્ષ સંઘવીને ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. નવા મંત્રીમંડળમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં CM સહિત 7 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 STનો સમાવેશ થાય છે. જેમાં 3 મહિલા છે. ચાલો જાણીએ ભૂપેન્દ્ર પટેલની આગેવાની વાળી નવી ટીમમાં કયા મંત્રી કેટલું ભણેલા છે. સૌથી ઓછું રાજ્યના નવા ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી માત્ર ધોરણ 9 પાસ છે.
કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
- ઋષિકેશ પટેલ
- જીતુ વાઘાણી
- કનુભાઈ દેસાઈ
- કુંવરજી બાવળીયા
- નરેશ પટેલ
- અર્જુન મોઢવાડિયા
- પ્રદ્યુમન વાજા
- રમણ સોલંકી
રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો
- ઇશ્વર પટેલ
- પ્રફુલ પાનસેરીયા
- મનિષા વકીલ
રાજ્યકક્ષાના મંત્રીઓ
- કાંતિ અમૃતિયા
- રમેશ કટારા
- દર્શના વાઘેલા
- પ્રવીણ માલી
- સ્વરૂપ ઠાકોર
- જયરામ ગામીત
- રિવાબા જાડેજા
- પી સી બરંડા
- સંજય મહિડા
- કમલેશ પટેલ
- ત્રિકમ છાંગા
- કૌશિક વેકરિયા
આ પણ વાંચોઃ- આ કારણે જ ગુજરાતમાંથી કોંગ્રેસને ઉખાડી ફેંકી હતી, હવે ભાજપનો વારો; જાણો કેજરીવાલે કેમ આવું કહ્યું?
કયા મંત્રી કેટલું ભણેલા છે?
મંત્રીનું નામ અભ્યાસ ભૂપેન્દ્રભાઈ રજનીકાંન્ત પટેલ (મુખ્યમંત્રી) ડિપ્લોમા સિવિલ એન્જીનિયર હર્ષ સંઘવી (ડે. મુખ્યમંત્રી) ધોરણ-9 ત્રિકમ બીજલ છાંગા BA, Bed,LLB સ્વરૂપજી સરદારજી ઠાકોર ધો.10 પ્રવિણકુમાર ગોરધનજી માળી બી.એ. ઋષિકશ ગણેશભાઈ પટેલ ડિપ્લોમા સિવિલ પી.સી.બરંડા BA, BPED દર્શના એમ. વાઘેલા બી.કોમ કાંતિલાલ શીવલાલ અમૃતિયા ધોરણ-12 કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા બીએસ રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા મિકેનિકલ એન્જિનિયર અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા બી.ઈ.મિકેનિકલ, એમ.આઈ.ઈ. ડો.પ્રદ્યુમન વાજા એમડી, LLB, LLM પરષોત્તમભાઈ ઓ.સોલંકી ઈલેક્ટ્રીક એન્જીનિયર ડિપ્લોમા જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી બી.કોમ.LLB રમણભાઈ ભીખાભાઈ સોલંકી ડિપ્લોમા કૃષિ કમલેશભાઈ રમેશભાઈ પટેલ પેટલાદ સંજયસિંહ વિજયસિંહ મહિડા Fy BA. રમેશભાઈ ભુરાભાઈ કટારા ધોરણ-12 મનિષા રાજીવભાઈ વકીલ એમ.એ, બીએડ, પીએચડી, ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ BA, LLB પ્રફૂલ પાનસેરીયા એમ.એ. M.Sc., Bed ડો.જયરામભાઈ ચેમાભાઈ ગામીત બી.એ., એમ.એ., પીએચડી. નરેશભાઈ મગનભાઈ પટેલ ધોરણ-10 કનુભાઈ મોહનલાલ દેસાઈ બી.કોમ. LLB કૌશિક વેકરિયા બી.કોમ