Gujarat Cabinet Oath Taking: ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) માં ભાજપે (BJP) મોટા બહુમત સાથે જીત મેળવ્યા બાદ આજે ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) મુખ્યમંત્રી પદ માટે શપથ લીધા, તેમની સાથે કેબિનેટ મંત્રી (Cabinet Minister) તરીકે 8 ધારાસભ્યો, રાજ્યકક્ષાનો (સ્વતંત્ર હવાલો) માટે 2, તો રાજ્યકક્ષાના મંત્રી તરીકે 6 ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા. ભાજપે તેના મંત્રી મંડળમાં રાજ્યના ચારે ઝોન, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના નેતાઓનો સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો છે. તો જોઈએ કયા વિસ્તારમાંથી કયા નેતાની મંત્રીમંડળમાં પસંદગી થઈ
મંત્રી મંડળમાં ઉત્તર ગુજરાતમાંથી કોની પસંદગી
મંત્રી મંડળમાં ઉત્તર ગુજરાતના ત્રણ નેતાઓનો સમાવેશ થયો છે. જેમાં વિસનગરથી ધારાસભ્ય ઋષિકેષ પટેલ, સિદ્ધપુરથી બળવંતસિંહ રાજપુતનો કેબિનેટ મંત્રીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તો મોડાસથી ભાજપ તરફથી જીતેલા ભીખુસિંહ પરમારને રાજ્યકક્ષાના મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
મંત્રી મંડળમાં દક્ષિણ ગુજરાતમાંથી કોની પસંદગી
મંત્રી મંડળમાં દક્ષિણ ગુજરાતમાંથી 5 ધારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું જેમાં પારડી (વલસાડ)ને ધારાસભ્ય કનુભાઈ દેસાઈનો કેબિનેટ મંત્રી તરીકે, મજુરા (સુરત)થી હર્ષ સંઘવીનો રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) મંત્રી તરીકે, તો ઓલપાડથી મુકેશ જીણાભાઈ પટેલ, કામરેજથી પ્રફૂલ પાનસેરિયા અને માંડવીથી કુંવરજી હળપતિનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો – ગુજરાત શપથ ગ્રહણ સમારોહ : સીએમ પદ માટે ભુપેન્દ્ર પટેલે, મંત્રી મંડળ માટે આ નેતાઓએ લીધા શપથ
મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રમાંથી કોની પસંદગી
ગુજરાતના નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રમાંથી પણ 5 ધારાસભ્યોને મંત્રી મંડળ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં જામનગર ગ્રામ્યથી રાઘવજી પટેલ, જસદણથી કુંવરજી બાવળીયા, રાજકોટ ગ્રામ્ય ભાનુબેન બાબરિયા અને ખંભાળીયાથી મળુભાઈ બેરાનો કેબિનેટ મંત્રીમાં સમાવેશ થયો છે તો, ભાવનગર ગ્રામ્યના નેતા પરષોત્તમ સોલંકીને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.
કેબિનેટ કક્ષાના નવા મંત્રી
નવા મંત્રી | ઉંમર | અભ્યાસ | વ્યવસાય | સંપત્તિ |
ભુપેન્દ્ર પટેલ-ઘાટલોડીયા (મુખ્યમંત્રી) | 60 | એસ.એસ.સી, ડિપ્લોમા | સમાજ સેવા, જાહેર જીવન | 8.22 કરોડ રૂપિયા |
ઋષિકેષ પટેલ – વિસનગર | 61 | ડિપ્લોમા એંજિનિયરીંગ | વેપાર અને ખેતી | 15.73 કરોડ રૂપિયા |
કનુભાઈ દેસાઈ – પારડી | 71 | બી.કોમ, એલ.એલ.એમ | નિવૃત્ત કર્મચારી, ખેતી | 10.93 કરોડ રૂપિયા |
બલવંત ચંદનસિંહ રાજપુત – સિદ્ધપુર | 61 | બી.એ | વેપાર, ઉદ્યોગ અને ખેતી | 372.65 કરોડ રૂપિયા |
રાઘવજી પટેલ – જામનગર ગ્રામ્ય | 64 | બી.એ, એલ.એલ.બી | ખેતી અને વેપાર | 3.99 કરોડ રૂપિયા |
કુંવરજી બાવળીયા – જસદણ | 67 | બી.એસ.સી, બી.એડ | ખેેતી | 2.44 કરોડ રૂપિયા |
ભાનુબેન બાબરીયા – રાજકોટ ગ્રામ્ય | 47 | બી.એ, એલ.એલ.બી | ખેતીી / કન્સ્ટ્રક્શન | 2,79 કરોડ રૂપિયા |
મુળુભાઈ બેરા – ખંભાળીયા | 57 | ધો. 10 પાસ | ખેતી | 5.93 કરોડ રૂપિયા |
કુબેરભાઈ ડિંડોર – સંતરામપુર | 51 | પી.એચ.ડી | ખેતી / નોકરી | 2.26 કરોડ રૂપિયા |
રાજ્ય કક્ષાના નવા મંત્રી (સ્વતંત્ર હવાલો)
હર્ષ સંઘવી – મજુરા, સુરત | 37 | ધો. 9 પાસ | ડાયમંડ ઉદ્યોગ | 17.42 કરોડ રૂપિયા |
જગદીશ વિશ્વકર્મા – નિકોલ | 49 | એસ.વાય. બી.એ. | ટેક્સટાઇલ, રિયલ એસ્ટેટ, માર્કેટિંગ | 29.06 કરોડ રૂપિયા |
રાજ્યકક્ષાના નવા મંત્રી
પરષોત્તમ સોલંકી – ભાવનગર ગ્રામ્ય | 61 | ડિપ્લોમા | ખેેતી અને બાંધકામ | 53.52 કરોડ રૂપિયા[ |
બચુ ખાબડ – દેવગઢ બારિયા | 67 | ધો.11 | ખેતી | 92.85 લાખ રૂપિયા |
મુકેશ જીણાભાઈ પટેલ – ઓલપાડ | 52 | ધોો.12 પાસ, ડ્રાફ્ટમેન સિવિલ | ખેતી, કોન્ટ્રાક્ટર | 4.91 કરોડ રૂપિયા |
પ્રફૂલ પાનસેરીયા – કામરેજ | 51 | એમ.એ.-1 | બાંધકામ, પ્રિન્ટિંગ, એડવર્ટાઇઝિંગ | 19.69 કરોડ રૂપિયા |
ભીખુસિંહ પરમાર – મોડાસા | 68 | ધો.11 | ખેતી, પશુપાલન, બાંધકામ | 4.43 કરોડ રૂપિયા |
કુંવરજી હળપતિ – માંડવી | 55 | બી.એ, ડી.બી.એડ | ખેતી | 1.07 કરોડ રૂપિયા |
મધ્ય ગુજરાતમાંથી કોની મંત્રી મંડળમાં પસંદગી
ગુજરાત મંત્રી મંડળમાં મધ્ય ગુજરાતના પણ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સંતરામપુર બેઠકના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરને કેબિનેટ મંત્રી તરીકે, દેવગઢ બારિયાથી બચુભાઈ ખાબડની રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે, તો અમદાવાદમાંથી નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માને રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.