ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં રેકોર્ડ બ્રેક 156 બેઠકો જીતને ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે અને સોમવારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગુજરાતમાં ભાજપની જીત બાદ શનિવારે પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
સોમવારે બપોરે બે વાગ્યે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. ત્યારબાદ આછ કેબિનેટ કક્ષાના મંત્રીઓ, બે રાજ્ય કક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) અને છ રાજ્યકક્ષના મંત્રીઓએ શપથ લીધા હતા. શપથ કાર્યક્રમના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેજ પરથી નતમસ્તક થઈને જનતાને અભિવાદન પાઠવ્યું હતું.
પ્રફૂલ પાંનસેરિયા, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે લીધા શપથ

રાજ્યકક્ષાના મંત્રીઓઃ પરોષત્તમભાઈ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે શપથ લીધા

રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા લીધા શપથ


ધારાસભ્યો કનુ દેસાઈ, ઋષિકેસ પટેલ, રાઘવજી પટેલ અને બળવંતસિંહ રાજપૂતે શપથ ગ્રહણ કર્યા

ફરીથી ચૂંટાયેલા મંત્રીઓ હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, જગદીશ વિશ્વકર્મા અને રાઘવજી પટેલ શપથ ગ્રહણ કરનારાઓ માટે આરક્ષિત વિસ્તારમાં સ્ટેજ પર બેઠેલા લોકોમાં સામેલ છે.
શપથ ગ્રહણ સમારોહ માટે આવેલા નેતાઓ મંચ પર પહોંચવા લાગ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ અને અન્ય નેતાઓ મંચ પર પહોંચ્યા છે.
શપથ ગ્રહણ સમારોહ માટે આવેલા નેતાઓ મંચ પર પહોંચવા લાગ્યા છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ અને અન્ય નેતાઓ મંચ પર પહોંચ્યા છે.
ભુપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ગાંધીનગર પહોંચ્યા. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “પ્રથમવાર ભાજપને ગુજરાતમાં આટલી મોટી જીત મળી છે. હું ગુજરાતના તમામ પાર્ટી કાર્યકર્તાઓને અભિનંદન આપું છું.
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે ગુજરાતમાં ભાજપની જીત એ સૌથી મોટી જીત છે. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે આટલા વર્ષો સુધી સત્તામાં રહીને કોઈ પાર્ટી ફરી સત્તામાં આવી હોય.
મીડિયા સાથે વાત કરતા હાર્દિક પટેલે મંત્રી બનવાના સવાલ પર કહ્યું, “હું ખૂબ જ યુવા ધારાસભ્ય છું. હું માત્ર પાર્ટી માટે કામ કરવામાં માનું છું. ભાજપ નક્કી કરશે કે તે કોને કેબિનેટમાં રાખવા માંગે છે. પાર્ટી મને જે પણ જવાબદારી આપશે તે હું ખુશીથી સ્વીકારીશ.”
ભુપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયો ગાંધીનગર પહોંચ્યા હતા. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું, “અમે અહીં ગુજરાતની જીતની ઉજવણી કરવા આવ્યા છીએ. અમને (નાગાલેન્ડમાં) ચૂંટણી જીતવાનો વિશ્વાસ છે.”
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગાંધીનગર પહોંચ્યા હતા.
ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ સમારોહમાં સાધુ સંતો માટે અલગ સ્ટેજ બનાવવામાં આવ્યું છે. સમારોહ માટે દેશભરમાંથી સાધુ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમાંથી ઘણાને સ્ટેજ પર સ્થાન આપવામાં આવશે.
ગુજરાતના ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ સમારોહમાં રાજકારણીઓ આવતા જ રહે છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અહીં પહોંચીને કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપની આ જંગી જીત માટે જનતાનો આભાર.
ગુજરાતમાં શપથ ગ્રહણ સમારોહમાં 32 જેટલા ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાંથી 28 લોકોએ તેમની હાજરીની પુષ્ટિ કરી હોવાનું જાણવા મળે છે.
27 વર્ષ બાદ ગુજરાતના ગાંધીનગરમાં સતત સાતમી વખત ભાજપ સરકારના રાજ્યાભિષેકની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. શપથ સમારોહ બપોરે 2 કલાકે રાખવામાં આવ્યો છે. આ પહેલા હોટલ લીલામાં ભોજનનો કાર્યક્રમ છે. ભાજપના તમામ 156 ધારાસભ્યો લંચમાં હાજરી આપશે. સંભવતઃ અમિત શાહ અને ભાજપના અન્ય મોટા નેતાઓ પણ તેમની સાથે ડિનર કરશે. આ પછી ધીરે ધીરે બધા શપથ ગ્રહણ સમારોહના સ્થળે પહોંચશે.
ચૂંટણી પંચને આપેલા સોગંદનામા પ્રમાણે ભૂપેન્દ્ર પટેલે પોતાની સંપત્તિ વિશે જાણ કરી હતી. સોગંદનામા પ્રમાણે તેમની પાસે કુલ 8.22 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
વર્ષ 2017 માં ગુજરાતના ભૂપેન્દ્ર પટેલને પહેલી વાર ઘાટલોડિયા બેઠક પરથી વિધાસભા ચૂંટણી લડ્યા અને રેકોર્ડ કરો 1.17 લાખ મતોથી જીત્યા હતા.
સતત બીજી ટર્મ માટે ગુજરાતના સીએમ બનનાર પ્રથમ પાટીદાર નેતા ભૂપેન્દ્ર પટેલને લોકો પ્રેમથી કહે છે. પટેલનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો
આ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા જેવા દિગ્ગજ નેતાઓ પણ ભાગ લેવાના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ શાસિત રાજ્યોના 12 થી વધુ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત 5 રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રીઓ, 7થી વધુ કેન્દ્રીય મંત્રીઓ પણ પટેલના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવાના છે. આ સાથે ત્રિવેન્દ્ર સિંહ રાવત, બાબુલાલ મરાંડી, કેશવ પ્રસાદ મૌર્ય, જેનસુદેવ મેર, પ્રમોદ સાવંત, પ્રેમ સિંહ તોમર, સર્બાનંદ સોનોવાલ આજના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાના છે. ભાજપના સ્ટાર પ્રચારક અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. એવો સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ભાજપને જેટલો મોટો જનાદેશ મળશે તેટલો જ ભવ્ય તેનો શપથ ગ્રહણ સમારોહ હશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સોમવારે બપોરે ગાંધીનગરમાં ભાજપના નેતા ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ સમારોહ રાજ્યની રાજધાનીમાં નવા સચિવાલય સંકુલની અંદર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે 2 વાગ્યે યોજાનાર છે.
ભાજપના નેતા ભૂપેન્દ્ર પટેલ આજે પીએમ મોદી અને ભાજપના નેતૃત્વવાળા રાજ્યોના મુખ્યમંત્રીઓની હાજરીમાં સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ સોમવારે સવારે ભાજપના નેતા ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ગાંધીનગર જવા રવાના થયા હતા. આ સમારોહમાં ભાજપ શાસિત રાજ્યોના ઓછામાં ઓછા 20 મુખ્યમંત્રીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.
પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરી રહેલા હાર્દિક પટેલ પણ ભૂપેન્દ્ર સરકારમાં મંત્રી બની શકે છે. હાર્દિક વિરમગામ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છે.
હું ભાજપને પુષ્કળ સમર્થન આપવા બદલ ગુજરાતની જનતાનો આભાર માનું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે ઈતિહાસ રચ્યો છે. હું ભાજપના દરેક કાર્યકર્તાનો પણ આભાર માનું છુંઃ કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ