scorecardresearch

ગુજરાતમાં નવી સરકારમાં કોણ- કોણ બની શકે છે મંત્રી? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કેવા હશે પડકારો

Gujarat Government new ministry: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી નવી બીજેપી સરકારમાં પ્રયોગનો અવકાસ છે પરંતુ ક્ષેત્રો, જાતીઓ, ઉમર અને ક્ષમતા વચ્ચે નાજુક સંતુલન સાધવું પણ પડી શકે છે. કારણે 2024માં લોકસભા ચૂંટણી પણ આવી રહી છે.

ગુજરાતમાં નવી સરકારમાં કોણ- કોણ બની શકે છે મંત્રી? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કેવા હશે પડકારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફાઇલ તસવીર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 સીટોના રેકોર્ડ જનાદેશ સાથે ભાજપની સરકાર બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી નવી બીજેપી સરકારમાં પ્રયોગનો અવકાસ છે પરંતુ ક્ષેત્રો, જાતીઓ, ઉમર અને ક્ષમતા વચ્ચે નાજુક સંતુલન સાધવું પણ પડી શકે છે. કારણે 2024માં લોકસભા ચૂંટણી પણ આવી રહી છે. અહીં કેટલાક એવા ચહેરાઓ છે જે મંત્રાલયમાં પોતાનું સ્થાન મેળવી શકે છે.

હર્ષ સંઘવીઃ ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના લોકસભા વિસ્તારમાં આવનારી મજુરા બેઠકથી ધારાસભ્ય હર્ષ સંઘવીએ ગૃહરાજ્ય મંત્રીના રૂપમાં મહત્વપૂર્ણ પોર્ટફોલિયો સંભાવ્યો હતો. જ્યારે કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને હટાવવામાં આવ્યા હતા ત્યારે તેમને રાજસ્વની જવાબદારી પણ આપવામાં આવી હતી. હર્ષ સંઘવી ભાજપમાં એક ઉભરતા સ્ટાર નેતા છે. તેમને કેબિનેટ રેન્ક મળી શકે છે. હીરા વેપારીના પુત્ર 2012માં મજૂરા બેઠક ઉપરથી જીત્યા હતા.

શંકર ચૌધરીઃ બનાસ ડેરીના અધ્યક્ષ અને આનંદીબહેન સરકારના પૂર્વ મંત્રી ચૌધરી જેઓ 2017ની ચૂંટણીમાં વાવ બેઠક ઉપર કોંગ્રેસના ગેનીબેન ઠાકરો સામે હારી ગયા હતા. ત્યારબાદ આ વખતે તેઓ થરાદથી જીત્યા છે. ઓબીસીના શક્તિશાળી ચૌધરી સમુદાયમાંથી આવે છે. શંકર ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીમાં સૌથી અમીર ડેરીઓ પૈકી એક બનાસ ડેરીનું દૂધ ઉત્પાદન સંયંત્ર સ્થાપિત કરવામાં મદદ કરી હતી. તેમના માટે પ્રચાર કરતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું હતું કે પોતાનો વોટ શંકરભાઈને આપો અને ધારાસભ્ય બનાવો. આ પાર્ટી તેમને મહત્વ પૂર્ણ વ્યક્તિ બનાવવા માટે કામ કરશે.

ઋષિકેશ પટેલઃ તેમણે કોવિડ-19 જેવી મહામારીના સમયમાં જૂની સરકારમાં મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય વિભાગ સંભાળ્યો હતો. મહેસાણાના વિસનગરન પાટીદાર નેતા ઋષિકેશ પટેલના કાર્યાલયમાં 2015માં હાર્દિક પટેલના નેતૃત્વવાળા પાટીદાર અનામત આંદોલન દરમિયાન દેખાવકારો દ્વારા તોડફોડ કરી હતી. તેમણે વિસનગર બેઠક ઉપરથી કોંગ્રેસના કિરિટ પટેલને હરાવ્યા હતા.

અલ્પેશ ઠાકોરઃ ઓબીસી ઠાકોર સમુદાયના એક યુવા નેતા, અલ્પેશ હાર્દિક પટેલ દ્વારા પાટીદાર અનામ આંદોલનનો વિરોધ કરતા ચર્ચામાં આવ્યા હતા. તેઓ ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા છે. આ બેઠક પરિચિત ન હોવા છતાં પણ ભારે લીડ સાથે જીત મેળવી હતી. કોંગ્રેસની ટિકિટ પર રાધનપુર સીટ ઉપર 2017માં ચૂંટણી જી્યા હતા. ત્યારબાદ ગુજરાતમાં ધારાસભ્યના રૂપમાં અલ્પેશ ઠાકોરનો આ બીજો કાર્યકાળ છે. અલ્પેશ ઠાકોરને જૂનિયર મિનિસ્ટરનો ચાર્જ મળી શકે છે.

કનુ પટેલઃ કનુ પટેલ અમદાવાદ જિલ્લાના સાણંદ સીટથી બીજી વખત ચૂંટણી જીત્યા છે. કોળી-પટેલ સમુદાયથી આવનારા કનુ પટેલ આગામી ગુજરાત સરકારમાં રાજ્યમંત્રી પૈકી એક માનવામાં આવે છે. તેમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિશ્વાસ પ્રાપ્ત છે. સાણંદ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવે છે. અમિત શાહ તેમની સાથે ઉમેદવારી ફોર્મ દાખલ કરવા ગયા હતા.

જદગીશ પંચાલઃ અમિત શાહના નજીકના મનાતા અને ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ સરકારમાં ઉદ્યોગ મંત્રી હતા. તેમણે માર્ગ અને ઇમારતોની પણ જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે તત્કાલિન કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આનાથી મૂક્ત કરવામાં આવ્યા હતા. તેઓ એક ઓબીસી અને અમદાવાદ શહેરના નિકોલ ક્ષેત્રમાં ફરીથી ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસના રણજીતસિંહ બરાડ સામે 55,000થી વધારે મતોના અંતરથી જીત્યા હતા.

રમણલાલ વોરાઃ નવીનતમ વિધાનસભામાં ભાજપના સૌથી વરિષ્ટ ઉમેદવાર પૈકી એક દલિત નેતા છે. તેમણે ભૂતકાળમાં શિક્ષા અને સામાજિક ન્યાય અને અધિકારીતા જેવા મહત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા છે. તેઓ વિધાનસભા અધ્યક્ષ પણ રહ્યા હતા. તેમની સ્પીકરના રૂપમાં નિયુક્તી થઈ શકે છે અથવા તો કેબિનેટ સ્તરના વરિષ્ઠ મંત્રીના રૂપમાં નિયુક્તી થઈ શકે છે. તેઓ સાબરકાંઠાના ઇડરની આરક્ષિત સીટથી જીત્યા છે.

મનિષા વકિલઃ મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી અને કેબિનેટમાં સામાજિક ન્યાય અને અધિકારતા રાજ્યમંત્રી મનિષા વકીલ વડોદાર શહેરના આરક્ષિત અનુસૂચિત જાતિ ક્ષેત્રથી ત્રીજીવાર ધારાસભ્ય બન્યા છે. આનંદીબહેન પટેલના નજીકના માનવામાં આવે છે. વકીલ 2012માં વડોદરા શહેરની આરક્ષિત સીટ ઉપરથી ચૂંટણી લડ્યા પહેલા એક શિક્ષકના રૂપમાં કામ કરતા હતા.

કેતન ઇમાનદારઃ એક ઓબીસી ઉમેદવાર સાવલી બેઠક ઉપરથી ત્રીજી વખત ચૂંટણી જીત્યા હતા. ઇનામદાર એક કેબિનેટ પદ માટે આગળ છે. વડોદરા અને મધ્ય ગુજરાતના નેતાઓના મંત્રિમંડળમાંથી બહાર કર્યા બાદ નિરાશા વ્યક્ત કરતા તેમણે અન્ય ધારાસભ્યો સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા પોતાની આકાંક્ષાઓને સ્પષ્ટ કરી હતી. ઇનામદારે 2020માં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. પરંતુ તત્કાલીન પાર્ટી અધ્યક્ષ જીતન વાઘાણી સાથે બેઠક બાદ તેમણે રાજીનામુ પરત ખેંચ્યું હતું. તેઓ વડોદરા ડેરીના ડાયરેક્ટર પણ છે.

પૂર્ણેશ મોદીઃ પહેલીવાર ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યના કેબિનેટ મંત્રી બનીને મોદીએ પર્યટન અને તીર્થ વિકાસ અને નાગરિક ઉડ્ડયનનો પોર્ટફોલિયો સંભાળ્યો હતો. મોઢવાણિયા સમુદાયના એક સભ્ય પીએમ મોદીમાં તેઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે કથિત માનહાનિવાળા ભાષણ સામે માનહાનિના મામલામાં ફરિયાદી છે. વરસાદ દરમિયાન રસ્તાઓની જર્જરીત સ્થિતિને લઈને સરકારની આલોચનાનો સામનો કરવા પર તેમણે આ પોર્ટફોલિયોમાંથી હટાવી દીધા હતા.

સંગીતા પાટીલ: ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલના નજીકના વિશ્વાસુ, તેમણે સ્થાનિક ભાષાનું અખબાર નવગુજરાત ટાઈમ્સ શરૂ કર્યું ત્યારથી તેઓ તેમની સાથે છે. પાટીલની જેમ તેઓ પણ મહારાષ્ટ્રના સ્થળાંતરિત છે. લિંબાયત, તેમનો મતવિસ્તાર, નવસારી લોકસભા બેઠકનો એક ભાગ છે જે પાટીલે જીતી હતી. મોટાભાગે સ્થળાંતરિત મતો ધરાવતો મતવિસ્તાર, તેમાં 44 ઉમેદવારો સાથે ગાઢ લડાઈ જોવા મળી હતી – જેમાંથી મોટાભાગના અપક્ષો હતા.

વિનોદભાઈ મોરડિયા: કતારગામ બેઠક પરથી AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને 64,627 મતોની સરસાઈથી હરાવનાર શહેરી ગૃહ નિર્માણ અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી પ્રજાપતિ સમાજ સાથે હોટસીટ પર હતા, અને સંદેશો મોકલ્યો કે તેઓ ફક્ત તેમના સમુદાયના ઉમેદવારને જ સમર્થન આપશે. મંત્રી તે સમયે સ્થળ પર હતા જ્યારે તેમના મંત્રાલયે રખડતા ઢોર નિયંત્રણ બિલનો મુસદ્દો તૈયાર કર્યો હતો, જે માલધારી સમુદાયના વિરોધ બાદ જ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

સંદીપ દેસાઈ: એક અનાવિલ બ્રાહ્મણ, દેસાઈ સુરત જિલ્લા ભાજપ એકમના જનરલ સેક્રેટરી હતા. અગ્રણી સહકારી નેતા, દેસાઈ સુરત APMC, સુરત જિલ્લા સહકારી બેંક અને સુમુલ ડેરીમાં દબદબો ધરાવે છે.

નરેશ પટેલ: આદિજાતિ વિકાસના આઉટગોઇંગ મંત્રી, તેઓ ડોડિયા પટેલ જાતિના છે, જેમણે નવસારી જિલ્લામાં ગણદેવી અનામત બેઠક જાળવી રાખી છે, જે સીઆર પાટીલના સંસદીય મતવિસ્તાર, નવસારી ગણદેવી (ST)માં આવે છે. પાર-તાપી-નર્મદા રિવર લિન્કિંગ પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા આદિવાસીઓમાં જાગૃતિ લાવવામાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી.

જીતુ ચૌધરી: તેઓ 2017 માં વલસાડ જિલ્લાના કપરાડા (ST) થી કોંગ્રેસની ટિકિટ પર 170 મતોના સૌથી ઓછા માર્જિનથી જીત્યા અને પછી ભાજપમાં જોડાયા. હવે તેમણે 32,968 મતોના માર્જિનથી બેઠક જાળવી રાખી છે. તેઓ આ બેઠક પરથી સતત સાતમી વખત જીતી રહ્યા છે. ચૌધરી મત્સ્યોદ્યોગ, જળ સંસાધન અને પાણી પુરવઠા વિભાગ સંભાળતા હતા. તેમના બિન-વિવાદાસ્પદ કાર્યકાળ દરમિયાન તેઓ પાટીલની નજીક આવ્યા હતા.

કુંવરજી બાવળિયા: કોંગ્રેસ છોડીને 2018માં ભાજપમાં જોડાયેલા અને વિજય રૂપાણી સરકારમાં પાણી પુરવઠા મંત્રી રહેલા કોળી નેતાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળવાની ધારણા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ અને ભૂપેન્દ્ર પટેલ સરકારમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ બાવળિયાએ તેમનો કેબિનેટ બર્થ ગુમાવ્યો હતો. બાવળિયાએ સાતમી ચૂંટણી જીતી, જસદણમાંથી ભાજપને પ્રથમ જીત અપાવી.

જયેશ રાદડિયાઃ જેતપુર બેઠક પરથી ચોથી ચૂંટણી જીતીને રાદડિયા નવી સરકારમાં સ્થાન મેળવી શકે છે. જયેશ અને તેના પિતા વિઠ્ઠલ રાદડિયા સપ્ટેમ્બર 2021માં નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારો ગબડી તે પહેલા 2013માં ભાજપમાં જોડાયા હતા. તેઓ રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પણ છે અને સહકારી સંસ્થાઓ પર નિયંત્રણ ધરાવે છે.

દર્શિતા શાહઃ રાજકોટ પશ્ચિમ બેઠક પર રેકોર્ડ માર્જિનથી જીતનાર પેથોલોજિસ્ટ આરએસએસના કાર્યકર્તાઓના પરિવારમાંથી આવે છે. તેઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે વખત ચૂંટાયા હતા અને હાલમાં રાજકોટના ડેપ્યુટી મેયર તરીકે તેમની બીજી ટર્મ સેવા આપી રહ્યા છે. 2001માં મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભામાં પ્રવેશવા માટે આ બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેમના પહેલા ગુજરાતમાં સૌથી વધુ રાજ્યનું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ધરાવતા વજુભાઈ વાળાએ આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ બેઠકના ધારાસભ્યોને હંમેશા ભાજપની સરકારોમાં સ્થાન મળ્યું છે.

ભાનુ બાબરિયા: રાજકોટ મહાનગરપાલિકાના વર્તમાન કોર્પોરેટર, બાબરિયા ત્રીજી વખત રાજકોટ ગ્રામ્ય (SC) બેઠક જીત્યા બાદ મંત્રી પદની રેસમાં હોવાનું કહેવાય છે. તે આ સીટ પરથી 2007 અને 2012માં ચૂંટાઈ આવી હતી અને બીજેપીએ તેમને પડતા મૂક્યા હતા. ચાર વર્ષ અલગ થયા બાદ ભાજપે તેમને RMC ચૂંટણી લડવા માટે ટિકિટ આપી અને તેઓ જીતી ગયા. તેમના સસરા મધુભાઈ બાબરિયા પણ 1998માં આ જ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

રમેશ ટીલાળા: એક ઉદ્યોગપતિ કે જેઓ લેઉવા પટેલોની શક્તિશાળી સંસ્થા શ્રી ખોડલધામ ટ્રસ્ટ સાથે પણ સંકળાયેલા છે, તેઓ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ છે અને નવા મંત્રી મંડળમાં તેમનો સમાવેશ થઈ શકે છે. અમરેલી જિલ્લાની તમામ પાંચ બેઠકો ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીને હરાનાર કૌશિક વેકરિયાને પણ મંત્રીપદ માટે વિચારણા કરવામાં આવી રહી છે.

સંજય કોરાડિયા: જૂનાગઢ બેઠક પરથી કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ભીખા જોષીને હરાવીને સફળ પદાર્પણ કરનાર જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેનને પણ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. ભાવનગર જિલ્લાની તમામ સાત બેઠકો ભાજપે જીતી લીધી હતી અને મહુવા બેઠક પર જીતેલા દિગ્ગજ શિવ ગોહિલને પણ મંત્રીપદ માટે વિચારણા કરવામાં આવી રહી છે.

Web Title: Gujarat new cm bhupendra patel ministry cabinate ministors election result

Best of Express