Gujarat News : રાજ્યમાં 3 જિલ્લા શિક્ષણાધિકારીની બદલી, શિક્ષણ વિભાગના 57 અધિકારીઓને ડીઈઓ-ડીપીઓ તરીકે પ્રમોશન

મંત્રી કુબેર ડિંડોરે ટ્વિટ કરીને જણાવ્યું કે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં 57 જેટલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યાઓ તથા 9 નાયબ નિયામકની જગ્યાઓ બઢતીથી ભરવામાં આવી.

મંત્રી કુબેર ડિંડોરે ટ્વિટ કરીને જણાવ્યું કે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં 57 જેટલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યાઓ તથા 9 નાયબ નિયામકની જગ્યાઓ બઢતીથી ભરવામાં આવી.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
DEO | gujarat | DEO Transfer

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 3 જિલ્લા શિક્ષણાધિકારીઓની (ડીઈઓ) બદલી કરવામાં આવી (તસવીર - સોશિયલ મીડિયા)

Gujarat News : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 3 જિલ્લા શિક્ષણાધિકારીઓની (ડીઈઓ) બદલી કરવામાં આવી છે. જેમાં એન બી ચાવડાની બનાસકાંઠાથી પાટણ બદલી કરવામાં આવી છે. આ સિવાય જી સી વ્યાસની મહેસાણાથી અમદાવાદ અને જે એમ પટેલની નર્મદાથી સુરત બદલી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના વર્ગ 2નાં 57 અધિકારીઓને ડીઇઓ-ડીપીઓ DEO -DPO તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

મંત્રી કુબેર ડિંડોરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં 57 જેટલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યાઓ તથા 9 નાયબ નિયામકની જગ્યાઓ બઢતીથી ભરવામાં આવી.

બદલી અને બઢતીનું આખું લિસ્ટ અહીં જુઓ

Advertisment
ગુજરાતી ન્યૂઝ Bhupendra Patel ગુજરાત