Gujarat News Today: ગુજરાતના આજના કેટલાક મહત્ત્વના સમાચાર પર નજર કરીએ તો, એક અધિકારી દ્વારા પ્રાથમિક શિક્ષણની પોલી ખોલતો પત્ર લખતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મછી ગયો છે, તો બીજી બાજુ શિક્ષણ સત્ર શરૂ થઈ જવા છતા વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષકોની ભરતીની મંજુરી ન મળતા શિક્ષણ કાર્ય પર અસર થઈ રહી. તો સરકારને 15 અબજથી વધુનું ટેક્સ નુકશાન પહોંચાડનાર આરોપીના જામીન ના મંજુર કરવામા આવ્યા. આ બાજુ નારાયણ સાંઈ દુષ્કર્મ અને લાંચ કેસમાં પોલીસ કમિશ્નરની જુબાની લેવામાં આવી. તો જીરાની કિંમતમાં તેજી જોવા મળી રહી છે, જેને પગલે વેપારી દ્વારા લાલચમાં આવી જીરામાં વરીયાળી મિક્ષ કરી લાભ ખાંટવાનો કિસ્સો પણ સામે આવ્યો છે.
સરકારી અધિકારીએ પ્રાથમિક શાળાની પોલ ખોલી, શિક્ષકોને એ પણ ખબર નથી ગુજરાતના મુખ્યમંત્રી કોણ?
ગુજરાતના છોટાઉદેપુરના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ખાણ ખનીજ વિભાગના કમિશ્નર ધવલ પટેલે મુલાકાત લીધી તો, તો શિક્ષણની કથળેલી સ્થિતિ જોઈ ચોંકી ગયા. ધવલ પટેલે કાર્યક્રમ દરમિયાન ધોરણ 7-8ના વિદ્યાર્થીઓને દેશના રાષ્ટ્રપતિ કોણ? રાજ્યના મુખ્યમંત્રી કોણ? વગેરે પ્રશ્નો પુછ્યા તો તેમની પાસે કોઈ જવાબ ન હતો. તેમણે શિક્ષકને પુછ્યું રાજ્યના મુખ્યમંત્રી કોણ? તો જવાબ મળ્યો નરેન્દ્ર મોદી. ધવલ પટેલના પત્ર અનુસાર, બાળકોને વાંચતા પણ આવડતું ન હતું અને સામાન્ય સરવાળો-બાદબાકી પણ આવડતી ન હતી. તેમણે શિક્ષણ સચિવને પત્ર લખી કથળેલી શિક્ષણની પોલ ખોલી હતી. તેમોમે પ્રશ્ન કર્યો કે, સામાન્ય ક્ષાન જેવું જો શિક્ષકમાં નથી તો તે બાળકોને શું ભણાવતા હશે. તેમણે પત્રમાં એવી ટકોર કરી કે, આવું સડેલુ શિક્ષણ આપી બાળકો સાથે આપણે અન્યાય કરી રહ્યા છીએ. વાલીઓ આપણા પર આંધળો વિશ્વાસ મુકે તેમની સાથે આવું છલ કરવું નૈતિકનાનું અધપતન છે. શાળામાં બાળકોની આવી જશા જોઈ મારુ હૃદય હચમચી ગયું. આ પત્ર બાદ શિક્ષણ વિભાગ સફાળુ જાગ્યું છે. શિક્ષણ મંત્રીકુબેરભાઈ ડિંડોરે શિક્ષણ વિભાગ પાસેથી અહેવાલ માંગ્યો, સાથે કહ્યું કે, સરહદી વિસ્તારમાં શાળાઓમાં જે અભાવ છે તેને વાલીઓ સાથે મળીને દૂર કરવામાં આવશે.
શાળાઓમાં શિક્ષકોની ઘટ, શિક્ષણ કાર્ય પર અસર, સરકાર પ્રવાસી શિક્ષકોની નિમણૂકની પણ મંજુરી નથી આપી રહી
નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને 20 દિવસનો સમય થઈ ગયો, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોની નિમણૂકને મંજૂરી આપવામાં નથી આવી રહી, જેને પગલે શાળાઓમાં શિક્ષકોની ઘટને કારણે શિક્ષણ કાર્ય પર અસર થઈ રહી છે. શિક્ષક આચાર્ય સંઘોએ શિક્ષણ કાર્યને થઈ રહેલાનુકશાન અંગે શિક્ષકો ફાળવવાની માંગ કરી છે. સૂત્રો અનુસાર, પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચત્ત્ર માધ્યમિક શાળાઓમાં લગબગ 32 હજાર શિક્ષકોની જરૂર છે, તેની સામે દર વર્ષે 10 હજાર જેટલા પ્રવાસી શિક્ષકો ફાળવવામાં આવે છે, જે નવેમ્બર સુધી ફાળવી દેવામાં આવે છે, પરંતુ આ વખતે શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું તો પણ સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોની મંજૂરી આપવામાં આવી નથી.
સરકારને 15 અબજથી વધુનું નુકશાન પહોંચાડનાર સરવરઅલીના જામીન ના મંજુર
જીએસટી વિભાગ અને ક્રાઈમ બ્રાન્ચે થોડા સમય પહેલા ડમી પેઢીઓ બનાવી બોગસ બિલો બનાવી સરકારને અબજો રૂપિયાનું નુકશાન પહોંચાડનાર મુખ્ય આરોપી સરવરઅલીને ઝડપ્યો હતો. સરવર અલી સરકાર પાસેી ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના કૌભાંડનો મુખ્ય આરોપી છે. ક્રાઈમબ્રાન્ચે ખુલાસો ક્યો હતો કે, સરવર અલીએ બોગસ બિલીંગોને આધારે 15 અબજથી વધુની રકમનું નુકશાન પહોંચાડ્યું હતું.
માનસરોવર યાત્રા: ચીને ગુજરાતના એકેય યાત્રાળુઓને હજુ વિઝા નથી આપ્યા
માનસરોવર યાત્રા કરવા માંગતા 700 જેટલા ગુજરાતના યાત્રાળુઓએ પરમિટ માંગી છે. તેમને તિબેટના પાટનગર લાઝા તરફથી આ ગ્રુપોને પરમિટ મળી ગઈ છે, પરંતુ ચીન દ્વારા હજુ પણ વીઝા મળ્યા નથી. સામાન્ય રીતે તિબેટ દ્વારા પરમિટ મળ્યાના ચાર પાંચ દિવસમાં ચીન દ્વારા વીઝા આપવામાં આવે છે, પરંતુ 26-27 દિવસ વિતી ગયા છતા હજુ વીઝા મળ્યા નથી. તમને જણાવી દઈએ કે, કોરોનાકાળ શરૂ થયા બાદ ચાર વર્ષથી માનસરોવર યાત્રા યોજાઈ નથી. ચીને આ વર્ષે માનસરોવર યાત્રા માટે અમેરિકા, યુકી સહિત માનસરોવર યાત્રા કરવા માંગતા યાત્રાળુઓને વીઝા આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ હજુ સુધી વીઝા ન આપવામાં આવતા ટુર ઓપરેટરો અવઢવમાં મુકાયા છે કે, પવિત્ર માનસરોવર યાત્રા થશે કે નહીં.
એમબીએ-એમસીએની બેઠકો વધવાની શક્યતા
રાજ્યમાં એમબીએ માટે સરકારી, અર્ધ સરકારી અને ખાનગી કોલેજોની 13728 બેઠકો છે. જ્યારે એમસીએ માટે 6090 બેઠકો છે. પરંતુ, 13 અન્ય ખાનગી યુનિવર્સિટીઓએ પણ આ વર્ષે એમબીએ અને એમસીએનો કોર્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેથી 600થી 700 બેઠકો વધવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, એડમિશન માટે 17 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા થશે, તો 1 ઓગસ્ટે મેરિટ લીસ્ટ જાહેર કરવામાં આવશે.
જીરાની કિમતમાં ધરખમ તેજી, તો ઊંઝામાંથી 3680 કિલો નકલી જીરૂનો જથ્થો ઝડપાયો
જીરાની કિંમતમાં આ વર્ષે ધરખમ વધારો જોવા મળ્યો છે. જીરાનો ભાવ ઊંઝા માર્કેટ યાર્ડ અનુસાર 22 જૂને 13500ને પાર કરી ગયો હતો. તમને જણાવી દઈએ કે, આ વર્ષે કમોસમી વરસાદને પગલે જીરાના પાકમાં ઘટાડો થયો અને માંગમાં વધારો થતા જીરાના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ લોભીયા ધૂતારાઓ દ્વારા જીરાની કિંમત સારી મળતા નકલી જીરૂ માર્કેટમાં ઉતારવના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઊંઝાના માર્કેટ યાર્ડમાંથી 3680 કિલો નકલી જીરૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, એક લોભી મહેન્દ્ર પટેલ નામના વેપારી દ્વારા વરીયાળી પર પાવડર અને ગોળની રસી ચઢાવી ડુપ્લીકેટ જીરૂ બનાવામાં આવ્યું, અને જીરાની અંદર ભેળસેર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
નારાયણ સાંઈ દુષ્કર્મ અને 13 કરોડની લાંચનો મામલો
આસારામ પુત્ર નારાયણ સાંઈ સામે સાધિકા દ્વારા દુષ્કર્મનો મામલો અને 700 કરોડની બેનામી સંપત્તિના દસ્તાવેજો મળી આવવાના મામલે નારાયણ સાંઈએ દુષ્કર્મ કેસમાં ડીએનએ ન કરાવવા અને બેનામી સંપત્તિના દસ્તાવેજો બદલી દેવા માટે 13 કરોડની લાંચનું ષડયંત્ર રચ્યું હતું. આ મામલામાં પીએસઆઈ ચંદુભાઈ મોહનભાઈ કુંભાણીની સંડોવણી પણ સામે આવી હતી. આ મામલે તત્કાલીન પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાની મહત્વપૂર્ણ જુબાની અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં લેવામાં આવી.





