ગુજરાતના મહત્ત્વના સમાચાર: ટામેટા સહિત શાકભાજીના ભાવ આસમાને, પેરામેડિકલ રજિસ્ટ્રેશન ફીમાં વધારો, પ્રજા પરેશાન

gujarat news today : ગુજરાતના આજના મહત્ત્વના સમાચારો (Important news) પર એક નજર કરીએ તો, રોડ-રસ્તાની નબળી હાલતના કારણે ટ્રાફિક સમસ્યા, રોજની જીવન જરૂરિયાત શાકભાજીના ભાવમાં વધારો, એડમિશન રજિસ્ટ્રેશન ફીમાં વધારો સહિતના મુદ્દે પ્રજા પરેશાન થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે, તો કૌભાંડ સહિત મામલે સરકાર સામે પ્રશ્નો ઉભા થયા છે.

Written by Kiran Mehta
Updated : June 28, 2023 14:26 IST
ગુજરાતના મહત્ત્વના સમાચાર: ટામેટા સહિત શાકભાજીના ભાવ આસમાને, પેરામેડિકલ રજિસ્ટ્રેશન ફીમાં વધારો, પ્રજા પરેશાન
28 જૂન 2023 - ગુજરાતના આજના મહત્ત્વના સમાચાર

today Important news Gujarat : ગુજરાતના આજના મહત્ત્વના સમાચારોની વાત કરીએ તો, ટામેટા સહિતના શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ સહિત મોંઘવારીથી પ્રજા પરેશાન, પેરામેડિકલ રજિસ્ટ્રેશન ફીમા તોંતિંગ વધારાથી વાલીઓ-વિદ્યાર્થીઓ પરેશાન, અમદાવાદ-રાજકોટ હાઈવે પર 10-12 કિમી ટ્રાફિક જામ થતા વાહનચાલકો પરેશાન, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિલ્ડ્રન પાર્ક બનાવામાં કૌભાંડની ગંદ સામે આવતા સરકાર સામે ઉઠી રહ્યા પ્રશ્ન.

અમેરિકા સ્ટુડન્ટ વીઝા માટે લેવાતી જીઆરઈ પરીક્ષાના કૌભાંડનો પર્દાફાશ, સુરતના એજન્ટોની ધરપકડ

અમેરિકા સ્ટુડન્ટ વીઝા માટે લેવામાં લેવામાં આવતી ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામઆ (GRE) પરીક્ષાનું સુરતમાંથી રેકેટ ઝડપાયું છે. સાયબર સેલની ટીમે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એક અમદાવાદમાં રહેતા વિદ્યાર્થીએ સુરતની વોઈસ ઈમિગ્રેશન ઈન્ડિયા નામની કંપનીનો આ પરીક્ષા આપવા માટે સંપર્ક સાધ્યો હતો, જેમાં 70 હજારમાં પરીક્ષા પાસ કરાવવાનો સોદો થયો હતો. વિદ્યાર્થીની પરીક્ષાની તારીખ આવી, પરીક્ષા આપવા માટે એક હોટલમાં બોલાવવામા આવ્યો, પરંતુ આ પરીક્ષા તો ઓનલાઈન લેવાય છે. વિદ્યાર્થી પરીક્ષા આપવા ગયો, તો લેપટોપમાં તેણે માત્ર ટાઈપ કરવાની એક્ટીંગ કરવાનું કહ્યું. તેના લેપટોપનું એક્સેસ અન્ય વ્યક્તિએ લઈ લીધુ અને તેના પ્રશ્નોના જવાબ લખી આપતો હતો. સાયબર પોલીસે આ મામલે ચાર લોકો સામે ગુનો નોધી, ધરપકડ કરી તપાસ શરૂ કરી.

અમદાવાદ રાજકોટ હાઈવેની કામગીરી ગોકળગતિએ, 10-12 કિમી ટ્રાફિક જામ સર્જાયો

અમદાવાદ રાજકોટ સિક્સલેન હાઈવેની કામગીરી કેટલાએ સમયથી ચાલી રહી છે. સોમવારે લીંબડી ઓવરબ્રિજ પાસે વરસાદને પગલે ઊંડો ખાડો પડી જતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. મેઈન હાઈવે પર ગાબડુ સર્જાતા 10-12 કિમી ટ્રાફિકજામ સર્જાયો હતો. વાહન ચાલકો 10-12 કલાક અટવાઈ પડ્યા હતા. આખરે ખાડામાં માટીનું પુરાણ કર્યા બાદ ટ્રાફિક પૂર્વરત કરી શકાયો હતો.

પેરામેડિક પ્રવેશ માટેની ફીમાં તોતિંગ વધારો, સરકારને રજિસ્ટ્રેશન ફીથી કરોડોની આવક, વાલીઓ પરેશાન

પેરામેડિકલ કોર્સિંસમાં પ્રેવેશ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. સરકારે આ વખતે રજિસ્ટ્રેશન ફીમાં 500 ટકા વધારો કરવામાં આવતા વાલીઓ પરેશાન જોવા મળ્યા હતા. આ પહેલા પેરામેડિકલ પ્રવેશની રજિસ્ટ્રેશન ફી 200 રૂપિયા હતી, જે સીધી હવે 1000 રૂપિયા કરવામાં આવી છે. વિવિધ સ્પર્ધાલક્ષી પરીક્ષા, વિવિધ કોર્સમાં પ્રવેશ પરીક્ષામાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવે છે, જેમાં અલગ-અલગ પ્રકારની ફી વસુલવામાં આવે છે, જેને પગલે સરકારને કરોડો રૂપિયાની આવક થાય છે. જો માત્ર પેરામેડિકલની વાત કરીએ તો, લગભગ 40 હજાર વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવતા હોય છે. એટલે કે, આ વર્ષે સરકારે ફીમાં પાંચ ગણો વધારો કરતા સરકારને આવકમાં 3 કરોડથી વધુનો સીધો ફાયદો થશે. વાલીઓ પ્રશ્ન કરી રહ્યા છે કે, સરકાર દ્વારા જ તમામ ઓનલાઈન પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે, તો બધા જ અલગ-અલગ પ્રેવશ પરીક્ષા માટે ફીના ધોરણો કેમ જુના જુદા હોય છે. એન્જિયનિયરીંગ કોર્સમાં એડમિશન માટે 350 રૂપિયા ફી છે તો પેરામેડિકલ પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે 1000 રૂપિયા કેમ લેવામાં આવે છે?

અમદાવાદમાં હોલી-ડે ટ્રીપના સંચાલકે વિદેશ પ્રવાસ મોકલવાના નામે લાખોની છેતરપિંડી કરી

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી હોલી ડે ટ્રીપ નામની ઓફિસના સંચાલકે લોકોને વિદેશમાં ફરવા મોકલવા તથા જમ્મુ કાશ્મીરમાં ફરવા મોકલવાના ટુર પ્રવાસના પેકેજોમાં ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, મેમનગર વિસ્તારમાં રહેતા આશિષ રાવલે હોલી-ડે ટ્રીપની પેપરમાં એડ જોઈ પરિવાર સાથે મલેશિયા ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો, તેમણે પરિવારના છ સભ્યોનું મલેશિયા, સિંગાપુર ફરવા જવાના પેકેજ પેટે ચાર લાખ ચૂકવ્યા હતા. હોલી-ડે ટ્રીપ સંચાલકે મલેશિયા-સિંગાપુર હોટલના બુકિંગની નકલી રિપ્ટ આફી હતી, ગ્રાહકે તપાસ કરતા માલુમ થયું કે,આવું કોઈ બુકિંગ થયેલું નથી, જેથી તેણે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો, તેણે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમા હોલી-ડે ટ્રીપના સંચાલક અને સ્ટાફ સામે ફરિયાદ નોંધાવી. સૂત્રો અનુસાર, હોલીડે ટ્રીપના સંચાલકે આ સિવાય પણ અન્ય કેટલાએ લોકોને બોગસ હોટલ બુકિંગ, નકલી ટિકિટ પધરાવી છેતરપિંડી આચરી છે. પોલીસે હોલી-ડે ટ્રીપના સંચાલક ભુપેશ ઠક્કર અને ઓફિસની બે યુવતીઓ વિરુદ્ધ ફરિયાદ નોધી આગળની કાર્યવાહી શરૂ કરી.

ટામેટાના ભાવ આસમાને, પેટ્રોલથી પણ મોંઘા ભાવે વેચાઈ રહ્યા ટામેટા

ગુજરાતમાં ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. હાલમાં ટામેટાનો ભાવ પેટ્રોલની કિંમતથી પણ વધુ પહોંચી ગયો છે. જથ્થાબંધ વેપારીઓના જણાવ્યા અનુસાર, માર્કેટમાં ટામેટાની આવક ઓછી છે. ઉત્પાદન પણ ઘટ્યું છે, જેથી ભાવ આસમાને પહોંચી ગયો છે. એક સમય એવો પણ હતો કે, 20 રૂપિયે કિંલો ટામેટા વેચાઈ રહ્યા હતા, હાલમાં સફરજન કરતા પણ મોંઘા વેચાઈ રહ્યા ટામેટા.

સાસરિયા દ્વારા શારીરિક-માનસિક ત્રાસના કાયદાનો થઈ રહ્યો દુરઉપયોગ: ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે સારસીયા દ્વારા માનસિક ત્રાસ આપવાના એક કેસમાં મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે એક વયોવૃદ્ધ 86 વર્ષના સાસુ અને સસરા વિરુદ્ધની એફઆઈઆર મામલે ચૂકાદો આપતા કહ્યું છે કે, 498-એ કાયદાનો કેટલીક પરિણિત મહિલાઓ દ્વારા દુરઉપયોદ કરવામાં આવ્યો હોવાનું સામે આવે છે, ફોજદારી કાર્યવાહીનો દુરઉપયોગ કોઈને હેરાન કરવા માટે કે અંગત બદલો લેવા માટે ન થવો જોઈએ. જસ્ટીસ સંદીપ એન ભટ્ટે કાયદાકીય પ્રક્રિયાના દુરઉપયોગની ભારે આલોચના કરી 86 વર્ષના સાસુ-સસરાને ખોટી રીતે એફઆઈઆરમાં સંડોવવા બદલ આલોચના કરી વયોવૃદ્ધ સાસુ વિરુદ્ધની એફઆઈઆર અને તેની આનુષંગિક કાર્યવાહી રદબાતલ ટેરવી હતી. તમને જણાવી દઈએ કે, 2017માં સસરા દ્વારા ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી. 2020માં તેઓ ગુજરી ગયા, ત્યારબાદ 86 વર્ષિય વયોવૃદ્ધ સાસુ હાઈકોર્ટમાં ન્યાય માટે લડત આપી રહ્યા હતા.

આ પણ વાંચોGujarat News Today: ગુજરાતના મહત્ત્વના સમાચાર, કથળેલું શિક્ષણ અને ઊંઘતી સરકાર, માનસરોવર યાત્રાને લઈ ગુજરાતીઓ અવઢવમાં

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક બનાવવામાં કરોડોનું કૌભાંડ

મીડિયા અહેવાલ અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2019ના માર્ચમાં થીમ બેઝ્ડ આઉટડોર ઈન્ટરપ્રિટીશન ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક બનાવવાનો કોન્ટ્રાક્ટ રૂ. 7.66 કરોડ રૂપિયામાં ઉત્તર પ્રદેશના નોઈડાની મેરોફોર્મ (ઈન્ડિયા) કંપનીને આપવામાં આવ્યો હતો, જેનું કામ પાંચ મહિના એટલે કે, ઓક્ટોબર 2019માં પુરૂ કરવામાં આવ્યું હતું. જેનું બિલ આખરે 31 કરોડ સુધી પહોંચી ગયું, જેને કોન્ટ્રાક્ટ પ્રોજેક્ટ રિવાઈઝ્ડ કરી ચૂકવી દેવામાં આવ્યું. મીડિયા અહેવાલ અનુસાર, આ મામલો સીએમઓના અધિકારીઓને ધ્યાનમાં આવ્યો, તો તેઓ પણ ચોંકી ગયા, અને આમાં મોટુ કૌભાંડ થયું હોવાની ગંદ આવતા જે તે અધિકારીઓ પાસે આ મામલે ખુલાસો માંગ્યો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ