Gujarat Police Recruitment Board : રાજ્યમાં પીએસઆઈની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા બિન હથિયારી પીએસઆઈની શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.
પેપર-1 અને પેપર-2 ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા 13 એપ્રિલને રવિવારના રોજ યોજાશે. પેપર-1 (3 કલાક) અને પેપર-2 (3 કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે. વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર નજર કરવી.
થોડા સમય પહેલા પીએસઆઈની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કર્યા કરવામાં આવ્યું હતું. હવે લેખિત પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે.
15 કેન્દ્ર ઉપર શારીરિક કસોટીની પરીક્ષા લેવામાં આવી હતી
ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા તાજેતરમાં જ PSI ની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ભરતી બોર્ડ દ્વારા વેબસાઈટ પર 8 જાન્યુઆકી 2025ના રોજ ગુજરાત રાજ્યનાં 15 કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સંવર્ગની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું.





