/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Valsad-BJP.jpg)
લોકસભા ચૂંટણી 20224 - વલસાડ ભાજપ ઉમેદવાર ધવલ પટેલ (ડાભી બાજુ) - ફોટો - ધવલ પટેલ સોશિયલ મીડિયા
લોકસભા ચૂંટણી 2024 : વડોદરા અને રાજકોટ બાદ, હવે વલસાડમાં ભાજપમાં કથિત આંતરીક અસંતોષ સામે આવી રહ્યો છે. પહેલા વડોદરા અને રાજકોટમાં ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવારોની પસંદગીના વિરોધમાં પોસ્ટરો સામે આવ્યા હતા, હવે વલસાડ બેઠક પરથી ધવલ પટેલને મેદાનમાં ઉતારવા અંગે પક્ષના કાર્યકરો દ્વારા અસંતોષ વ્યક્ત કરતા પત્રો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.
જ્યારે ભાજપે આરોપ લગાવ્યો છે કે, આ પત્રો વાયરલ કરવાનું કોંગ્રેસના કાર્યકરોનું કામ છે, તો કોંગ્રેસ પાર્ટીએ તેમની સંડોવણીને નકારી કાઢી છે. આ પત્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને પ્રદેશ પક્ષ પ્રમુખ સી.આર. પાટીલ સહિત ભાજપના ટોચના નેતાઓને સંબોધવામાં આવેલા કથિત પત્રોમાં ધવલ પટેલ, જે આદિવાસી મોરચાના રાષ્ટ્રીય સોશિયલ મીડિયા પ્રભારી પણ છે, અને વલસાડના રહેવાસી છે. તેમને હટાવી કોઈપણ નેતા સાથે બદલવાની માંગણી કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે, વલસાડમાં મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સામે છે. અનંત પટેલ અને ધવલ પટેલ બંને નવસારીના વાંસદાના રહેવાસી છે.
પત્રમાં કઈ માંગ સાથે ધમકી આપવામાં આવી છે
એક પત્રમાં લખવામાં આવ્યું છે કે, “જિલ્લામાં પક્ષની વિવિધ પાંખના કાર્યકરો સહિત ભાજપના નેતાઓ, વલસાડ બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે ધવલને ઇચ્છતા નથી. અમને, વલસાડના ભાજપના કાર્યકરોને કોઈ શિક્ષિત ઉમેદવારની જરૂર નથી, અમને ફક્ત એવા ઉમેદવારની જરૂર છે, જે લાંબા સમયથી અમારી સાથે ખભે ખભા મિલાવીને કામ કર્યું હોય. વલસાડમાંથી કોઈપણ ઉમેદવાર સ્વીકાર્ય હોઈ શકે પણ બહારથી નહીં. જો તમે અમારી ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરો છો, તો વલસાડ બેઠક પરથી ચૂંટણી પરિણામમાં ફેરફાર જોવા માટે તૈયાર રહો.”
જો કે આ પત્ર સહી વગરનો છે, પરંતુ તેમાં એવી ધમકી આપવામાં આવી છે કે, જો ભાજપ ધવલ પટેલ સાથે આગળ વધશે તો, આવનારી ચૂંટણીમાં તે માત્ર વલસાડ બેઠક જ નહીં પરંતુ નવસારી લોકસભા બેઠક પણ ગુમાવશે. નવસારી બેઠક પાટીલ પાસે છે, જેમને ફરી એકવાર ભગવા પક્ષે મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપે શું કહ્યું?
જોકે, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું હતું કે, પક્ષના કાર્યકરો તરફથી ઉમેદવાર બદલવાની કોઈ માંગણી કરવામાં આવી નથી. “આ કૃત્ય કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું છે કારણ કે, તેઓને લાગ્યું છે કે તેમના ઉમેદવાર ભાજપના ઉમેદવાર સામે હારી જશે. ધવલ પટેલની જીત માટે ભાજપના કાર્યકરો ખરેખર મહેનત કરી રહ્યા છે અને વલસાડ બેઠક પર ઉમેદવાર બદલવાની પક્ષના કાર્યકરોમાં કોઈ માંગ નથી. કોઈએ અમારો વ્યક્તિગત સંપર્ક કર્યો નથી કે અમને કોઈ લેખિત ફરિયાદ પણ આપી નથી.
કોગ્રેસે શું કહ્યું?
બીજી તરફ કોંગ્રેસે કહ્યું કે, ભાજપના કાર્યકરોનો અસંતોષ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વલસાડ બેઠક પર 12 નેતાઓ ભાજપ પાસેથી ટિકિટની અપેક્ષા રાખતા હતા. પાર્ટીએ તમામ 12 નામોને પલટી નાખ્યા હતા અને અન્ય ઉમેદવારને લાવી દીધો. ભાજપના કાર્યકરોની આક્રમકતા પત્રોના માધ્યમથી સામે આવી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત છે અને અમારી પાસે આવા કામો કરવાનો સમય નથી.
આ પણ વાંચો - કોણ છે ભાજપના ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીના પાંચ આયાતી ઉમેદવારો?
વડોદરા અને રાજકોટમાં ઉમેદવારો વિરુદ્ધ બેનર-પોસ્ટર દેખાયા હતા
ગયા અઠવાડિયે, ત્રીજી વખત ભાજપની ટિકિટ આપવામાં આવેલા વર્તમાન સાંસદ રંજન ભટ્ટે વડોદરામાં તેમની ઉમેદવારીનો વિરોધ કરતા બેનરો સામે આવ્યા બાદ તેઓ મેદાનમાંથી ખસી ગયા હતા. મંગળવારે રાજકોટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વિરુદ્ધ "આયાતી ઉમેદવાર" તરીકે લેબલ કરતા પોસ્ટરો દેખાયા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us