President’s Distinguished Service Medal: દેશમાં વિવિધ વિભાગોમાં ઉત્તમ સેવા આપવા બદલ કર્મચારીઓનું સન્માન થતું હોય છે. આવા કર્મચારીઓને રાષ્ટ્રપતિ દ્વારા મેડલ આપીને સન્માનિત કરવામાં આવતા હોય છે ત્યારે આ સ્વતંત્રતા દિવસ પર ગુજરાત પોલીસ 21 કર્મચારીઓનું પ્રસંશનીય સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. જ્યારે ગુજરાત પોલીસના બે IPS અધિકારી ACB પીયૂષ પટેલ અને IB મુકેશ સોલંકીની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે.
સ્વતંત્રતા દિવસે કુલ 1090 કર્મચારીઓનું થશે બહુમાન
79મા સ્વતંત્રતા દિવસ 2025ના અવસરે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ, ફાયર વિભાગ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 1090 કર્મીઓને 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વીરતા તેમજ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. 233 કર્મીઓને વીરતા પુરસ્કાર, 99 કર્મીઓને વિશેષ સેવા માટે તેમજ 758 કર્મીઓને પ્રશંસનીય સેવા માટે પુરસ્કાર આપવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસના બે રાષ્ટ્રપિત ચંદ્રકથી થશે સન્માન
ગુજરાત પોલીસના બે IPS અધિકારી ACB પીયૂષ પટેલ અને IB મુકેશ સોલંકીની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે.
ગુજરાતના આ કર્મચારીને પ્રસંશનીય સેવા મેડલથી બહુમાન
- શરદ જિતેન્દ્રપ્રકાશ સિંઘલ, ઈન્સ્પેક્ટર જનરલ
- ખુમાનસિંહ નાનાભાઈ ડામોર, ઈન્સ્પેક્ટર જનરલ
- રાકેશ પ્રવિણકુમાર બારોડ, ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ
- બાબુભાઈ લિલાભાઈ દેસાઈ, ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ
- મહાવિરસિંહ હિતેન્દ્રસિંહ વાઘેલા, ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ
- ભુપેન્દ્રકુમાર નટવલલાલ દવે, ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ
- કમલેશ અરુણ પાટિલ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર
- મિલિંદ બાલકૃષ્ણા સુરવે, ઈન્સ્પેક્ટર
- અનિલકુમાર વિનજીભાઈ ગામિત, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર
- પરેશકુમાર ધિરજલાલ પટેલ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર
- લલિતકુમાર પુનમચંદ જોષી, ઈન્સ્પેક્ટર(ટેક)
- રાકેશસિંહ રામવિરસિંહ ભદોરિયા, હેડ કોન્સ્ટેબલ
આ પણ વાંચોઃ- VIDEO: રેમ્પ પર ઉતરી દેશની સૌથી સુંદર મહારાણી, જુઓ શાહી સાડીમાં વડોદરાની મહારાણીનો રોયલ અંદાજ
- રાજેન્દ્રસિંહ માનસિંહ સોલંકી, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર
- સહદેવભાઈ વરવાભાઈ દેસાઈ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર
- વિષ્ણુસિંહ કલ્યાણસિંહ રાઠોડ, સબ ઈન્સ્પેક્ટર
- પંકજસિંહ કુબેરસિંહ રાણા, સબ ઈન્સ્પેક્ટર
- વિરેન્દ્રસિંહ પરભાતસિંહ ચાવડા, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર
- રાકેશકુમાર હરિદેરામ ત્રિપાઠી કોન્સ્ટેબલ
- બકુલ હરજીવનભાઈ પરમાર આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર





