Dialysis: ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં ડાયાલિસિસ સારવાર 3 ત્રણ દિવસ બંધ, PMJAYમાં રેટ ઘટાડવા સામે ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિએશનનો વિરોધ

Dialysis treatment under PMJAY: ગુજરાત સરકારે ખાનગી હોસ્પિટલમાં પીએમજેએવાય હેઠળ ડાયાલિસિસ સારવારના દરમાં પ્રતિ ટ્રિટમેન્ટ દીઠ 350 રૂપિયાના ઘટાડા સામે ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિએશનનો વિરોધ

Dialysis treatment under PMJAY: ગુજરાત સરકારે ખાનગી હોસ્પિટલમાં પીએમજેએવાય હેઠળ ડાયાલિસિસ સારવારના દરમાં પ્રતિ ટ્રિટમેન્ટ દીઠ 350 રૂપિયાના ઘટાડા સામે ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિએશનનો વિરોધ

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gujarat private hospitals | private hospitals | Dialysis treatment | private treatment

ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દી. (પ્રતિકાત્મક તસવીર)

Gujarat's private hospitals Dialysis treatment suspended under PMJAY : ગુજરાતના ડાયાલિસિસના દર્દીઓએ હવે ખાનગી હોસ્પિટલોમાં ઉંચા ખર્ચા ડાયાલિસિસ કરવાની નોબત આવી છે. ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં ડાયાલિસિસની સારવાર સોમવારથી ત્રણ દિવસ માટે બંધ રહેશે. ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિએશન (જીએનએ) એ જણાવ્યુ કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ ડાયાલિસિસના રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેની સામે 16 ઓગસ્ટ સુધી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરાયુ છે. આ દરમિયાન 14થી 16 ઓગસ્ટ સુધી ખાનગી હોસ્પિટલોમાં પીએમજેએવાય હેઠળ ડાયાલિસિસ સારવાર બંધ રહેશે.

Advertisment

સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો

ગુજરાત નેફ્રોલોજી એસોસિએશન (જીએનએ) એ જણાવ્યું કે, તેમને આ બાબતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું સમર્થન છે, જેણે આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખ્યો છે.

GNA મુજબ, ગુજરાતમાં ડાયાલિસિસ કરાવતા મોટાભાગના દર્દીઓ PMJAY યોજનાના લાભાર્થી છે, જેમાં દવાઓ, ઇન્જેક્શન, લેબ રિપોર્ટ, સેન્ટ્રલ એર કન્ડીશનીંગ, ભોજન, 300 રૂપિયાનું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ તેમજ સુપરસ્પેશિયાલિસ્ટ સાથે મફત કન્સલ્ટિંગનો સમાવેશ થાય છે. એસોસિએશને દાવો કર્યો છે કે ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોને ડાયાલિસિસ ફિલ્ટરનો માત્ર એક જ ઉપયોગ કરવાની મંજૂરી છે. આમ ખાનગી હોસ્પિટલો ડાયાલિસિસ સારવાર પાછળ જંગી ખર્ચ કરે છે.

ગુજરાત સરકારે ડાયાલિસિસનો ચાર્જ ઘટાડ્યો

ગુજરાત સરકાર તરફથી ખાનગી હોસ્પિટલોને ડાયાલિસિસની સારવાર માટે છેલ્લા આઠ વર્ષથી પ્રતિ ડાયાલિસિસ ટ્રિટમેન્ટ દીઠ 2000 રૂપિયા ચાર્જ ચૂકવાતો હતો. જો કે તાજેતરમાં ગુજરાત સરકારે ડાયાલિસિસના રેટ અચાનક 350 રૂપિયા ઘટાડીને 1650 રૂપિયા કર્યા છે.

Advertisment

ગુજરાતમાં દર વર્ષે 1.3 ડાયાલિસિસ

ગુજરાતમાં દર વર્ષે લગભગ 1.3 કરોડ ડાયાલિસિસ સારવાર કરવામાં આવે છે, જેમાંથી લગભગ 1.02 કરોડ (78 ટકા) ખાનગી હોસ્પિટલોમાં કરવામાં આવે છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર ડાયાલિસિસ સેન્ટરો ફિલ્ટરનો માત્ર એક જ ઉપયોગ કરી શકે છે જ્યારે અન્ય રાજ્યોને આઠ વખત (સંબંધિત રાજ્યોની માર્ગદર્શિકા મુજબ) ફિલ્ટરનો ઉપયોગ કરવાની મંજૂરી છે. ડાયાલિસિસ સારવારના ભાવ ઘટવાને કારણે ખાનગી હોસ્પિટલો માટે ડાયાલિસિસ સારવાર ચાલુ રાખવી ખૂબ મુશ્કેલ છે.

જીએનએના કોર્ડિેનેટર ડો. ઉમેશ ગોઘાણીએ જણાવ્યું કે, “સરકાર અગાઉ ડાયાલિસિસ દીઠ 2,000 રૂપિયા ચાર્જ ચૂકવતી હતી, જે ખાનગી હોસ્પિટલો દ્વારા સારવાર પૂરી પાડવા માટે કરવામાં આવતા ખર્ચને પહોંચી વળવા માટે પણ અપૂરતી હતી. જો કે, અમે સમજી શકતા નથી કે નિર્ણય લેનારાઓને ડાયાલિસિસનો રેટ ઘટાડીને 1650 રૂપિયાનું કેમ સુઝ્યું, જે PMJAY હેઠળ સેવા આપનાર માટે અવ્યવહારુ બનાવે છે. અમારી પાસે PMJAY હેઠળ સેવા બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી કારણ કે PMJAY યોજનાનો લાભ લેવા માટે એક કરોડથી વધુ લોકો ખાનગી હોસ્પિટલોમાં આવે છે.”

નિવેદનમાં વધુમાં ઉમેર્યું હતું કે રુષિકેશ પટેલે અગાઉ એસોસિએશનને ખાતરી આપી હતી કે "ટૂંક સમયમાં ઠરાવ કરવામાં આવશે". તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં એસોસિએશને ફરિયાદ કરી છે. “અમે અમારી રજૂઆતો (PMJAY ચુકવણીની અસ્પષ્ટતા વિશે)ના સામે પગલાં લેવાય તેની એક મહિનાથી વધુ સમયથી રાહ જોઈ રહ્યા છીએ પરંતુ સરકારે હજુ સુધી આ સમસ્યા ઉકેલી નથી. અમારી પાસે ખાનગી હોસ્પિટલોમાં 14 થી 16 ઓગસ્ટ સુધી PMJAY હેઠળ ડાયાલિસિસ સારવાર બંધ રાખવ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. અમને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)નું સમર્થન છે, જેણે આ મુદ્દા અંગે ગુજરાતના મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે."

ગુજરાતમાં ડાયાલિસિસનો ચાર્જ પડોશી રાજ્યો કરતા ઓછો

જીએનએ કો-ઓર્ડિનેટર ડૉ. જીગર શ્રીમાળીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “રાજસ્થાન, છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાં ખાનગી હોસ્પિટલોમાં ડાયાલિસિસનો ચાર્જ 2100 રૂપિયા છે. નેશનલ હેલ્થ ઓથોરિટીએ ડાયાલિસિસ સારવારની કિંમત 2200 રૂપિયા (ઇપીઓ ઇન્જેક્શન માટે ડાયાલિસિસ + 700 માટે 1,500)ની માર્ગદર્શિકા પણ જારી કરી છે અને તેમાં ટ્રાન્સપોર્ટ એલાઉન્સનો પણ સમાવેશ થતો નથી. તે ફિલ્ટરના ફરીથી ઉપયોગની પણ ભલામણ કરે છે. તો શા માટે ગુજરાત સરકાર આ માર્ગદર્શિકા અને ભલામણોનું પાલન કરતી નથી?

સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે અપૂરતી સુવિધા

નિવેદનમાં વધુમાં ઉમેર્યું હતું કે ખાનગી હોસ્પિટલોમાં ડાયાલિસિસ સેવાઓ સ્થગિત કરવાનો GNAનો નિર્ણય "દર્દીઓને સરકારી કેન્દ્રોમાં સારવાર લેવાની ફરજ પાડશે, જ્યાં કિડની નિષ્ણાતો ઉપલબ્ધ નથી". “જો ખાનગી હોસ્પિટલો PMJAYમાંથી બહાર નીકળી જશે, તો ગુજરાતમાં PMJAY હેઠળ ડાયાલિસિસ ઓફર કરતા તમામ સેન્ટરો ડૉક્ટરોની દેખરેખ વગરના રહેશે. ડાયાલિસિસ જેવી જટિલ સારવાર માટે નેફ્રોલોજિસ્ટની દેખરેખ અનિવાર્ય છે… જ્યારે સરકારી સેન્ટરો પહેલાથી જ મફત સારવાર આપી રહ્યા હતા ત્યારે સરકાર શા માટે ખાનગી હોસ્પિટલોમાં ડાયાલિસિસ જેવી જીવનરક્ષક સારવાર મફત કરવાનો પ્રયાસ કરી રહી છે? PMJAY એ માત્ર કિડની ડાયાલિસિસના દરમાં ઘટાડો કર્યો છે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને અન્ય જેવી શસ્ત્રક્રિયાઓનો નહીં, જ્યાંરે અન્ય સારવાર પાછળ 10,000 થી 60,000 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે.”

ગુજરાતી ન્યૂઝ ગુજરાત સરકાર health tips Bhupendra Patel ગુજરાત