Gujarat Rain : ગુજરાતમાં ચોમાસાની શરુઆતમાં જ 11 ડેમ હાઈએલર્ટ પર, સિઝનનો 10.46 ટકા વરસાદ નોંધાયો

Gujarat's dam on high alert : સમગ્ર રાજ્યમાં વરસાદ પડવાનો પણ શરુ થઈ ગયો છે ત્યારે ચોમાસુ શરૂ થયાને બે દિવસ થયા છે.ત્યારે રાજ્યના 11 ડેમ ને હાઈએલર્ટ પર રખાયા છે.

Gujarat's dam on high alert : સમગ્ર રાજ્યમાં વરસાદ પડવાનો પણ શરુ થઈ ગયો છે ત્યારે ચોમાસુ શરૂ થયાને બે દિવસ થયા છે.ત્યારે રાજ્યના 11 ડેમ ને હાઈએલર્ટ પર રખાયા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat monsoon rain demo on high alert

ગુજરાતમાં ચોમાસું ડેમો હાઈ એલર્ટ પર photo- WRD

Gujarat weather updates : ગુજરાતમાં ચોમાસુ એકદમ બેસી ગયું છે. સમગ્ર રાજ્યમાં વરસાદ પડવાનો પણ શરુ થઈ ગયો છે ત્યારે ચોમાસુ શરૂ થયાને બે દિવસ થયા છે. સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં સૌથી વધારે વરસાદ પડતાં અહીં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત રાજ્યના 11 ડેમ ને હાઈએલર્ટ પર રખાયા છે જ્યારે 13 ડેમને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. સિઝનનો 10.46 ટકા વરસાદ પણ પડી ચુક્યો છે.

Advertisment

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 10.46 ટકા જેટલો નોંધાયો

આજે બુધવારે તા. 18 જૂન, 2025ના રોજ સવારે6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 10.46 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 19.18 ટકા, કચ્છ વિસ્તારમાં 17.55 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 9.76 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.75 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 5.45 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં 11 ડેમ હાઈ એલર્ટ પર, 9 ડેમ 100 ટકા ભરાયા

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલી માહિતી પ્રમાણે અત્યારે રાજ્યમાં 11 ડેમ હાઈ એલર્ટ ઉપર છે. જ્યારે 13 ડેમ એલર્ટ અને 10 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે. રાજ્યના 206 ડેમોમાં પાણી સંખ્યની ટકાવારીની વાત કરીએ તો રાજ્યમાં 9 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 25 ડેમમાં 70થી 100 ટકા વચ્ચે પાણી સંગ્ર છે. આ ઉરાંત 22 ડેમ 50થી 70 ટકા વચ્ચે અને 55 ડેમ 25 ટકાથી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. આ ઉપરાંત 95 ટકા ડેમમાં પાણીની સપાટી 25 ટકા કરતા ઓછી છે.

છેલ્લા ત્રણ વર્ષણાં ચોમાસામાં કેટલો વરસાદ નોંધાયો?

વર્ષકુલ વરસાદ(MM)ટકાવારી
20221037.88122.09
2023948.06108.16
20241263.9143.14
Advertisment

આ પણ વાંચોઃ-Monsoon Travel destination : ઝરણાં, નદીઓ, પહાડો અહીં મળશે બધું જ, ચોમાસામાં 5 જગ્યાએ ફરવા જવાનું ના ભૂલતા

કયા ઝોનમાં કેટલા ટકા વરસાદ નોંધાયો?

આજે બુધવારે તા. 18 જૂન, 2025ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 10.46 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 19.18 ટકા, કચ્છ વિસ્તારમાં 17.55 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 9.76 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.75 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 5.45 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

વેધર ન્યૂઝ ચોમાસું વરસાદ ગુજરાત