Gujarat Rain News: ગુજરાત વરસાદ : રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું! આજે સવારે 6થી 10 સુધી 12 તાલુકામાં વરસાદ નોંધાયો,

Gujarat Weather Report, Gujarat Weather Updates, ગુજરાત વરસાદ : છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 77 તાલુકામાં વરસાદ પડ્યો હતો. આ પૈકી 30 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી હ

Gujarat Weather Report, Gujarat Weather Updates, ગુજરાત વરસાદ : છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 77 તાલુકામાં વરસાદ પડ્યો હતો. આ પૈકી 30 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી હ

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain data, Gujarat rain updates, Gujarat Monsoon Forecast

ગુજરાતમાં વરસાદ - Express photo by Nirmal Harindran

Gujarat Rain Updates, Gujarat Weather news, Rain news, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ચોમાસું તો જામી ગયું છે પરંતુ થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું હોય એવું લાગી રહ્યું છે. પહેલા 100 કરતા વધારે તાલુકાઓમાં નોંધાતો વરસાદ હવે માત્ર થોડાક તાલુકામાં નોંધાઈ રહ્યો છે.એમાં પણ મોટાભાગના તાલુકામાં વરસાદની માત્ર હાજરી જ દેખાઈ રહી છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સાબરકાંઠાના પ્રાંતિજમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જોકે, 30 તાલુકામાં નામ માત્ર વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 12 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપેરશન સેન્ટર ગાંધીનગર દ્વારા મંગળવારે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 12 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ઓલપાડમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભાવનગરના તળાજામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

જિલ્લોતાલુકોવરસાદ (MM)
સુરતઓલપાડ32
ભાવનગરતળાજા24
અમરેલીજાફરાબાદ21
ગીર સોમનાથઉના20
આણંદખંભાત16
ગીર સોમનાથસુત્રાપાડા9
જામનગરજોડિયા9
ભરૂચહાંસોટ2
ગીર સોમનાથકોડિનાર2
ભાવનગરમહુવા2
વડોદરાસાવલી2
ભાવનગરસિહોર1

ગુજરાત વરસદા : 24 કલાકમાં સાબરકાંઠાના પ્રાંતિજમાં સૌથી વધારે સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો

હવામાન વિભાગે આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં વરસાદ પડવાનો વિસ્તારોમાં ઘટાડો જણાઈ રહ્યો છે. સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 77 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે સાબરકાંઠાના પ્રાંતિજમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ સાબરકાંઠાના તલોદમાં બે ઈંચ વરસાદ નોંધાયોહતો. રાજકોટના લોધિકામાં સવા ઈંચ, તો કચ્છના ભૂજમાં આશરે એક ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાત વરસાદ : 13 તાલુકામાં 24 કલાકમાં અડધાથી એક ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

હવામાન વિભાગના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 77 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. જેમાં 13 તાલુકા એવા છે જેમાં માત્ર અડધો ઈંચથી લઈને એક ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

જિલ્લોતાલુકોવરસાદ (MM)
કચ્છભૂજ23
કચ્છનખત્રણા21
વલસાડવાપી18
વલસાડકપરાડા18
સુરતસુરત શહેર18
ડાંગઆહવા17
મોરબીટંકારા16
વલસાડપારડી16
ડાંગવઘઈ16
જૂનાગઢજૂનાગઢ13
જૂનાગઢજૂનાગઢ શહેર13
જામનગરધ્રોલ13

આ પણ વાંચોઃ- Gujarat Rain Forecast, ગુજરાત વરસાદ આગાહી : આ 8 જિલ્લાઓમાં પડશે અતિ ભારે વરસાદ, હવામાન વિભાગે શું કરી આગાહી?

24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો

હવામાન વિભાગના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 77 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

ગુજરાત વરસાદ આગાહી : દાહોદ, છોટા ઉદેપુર સહિત 8 જિલ્લાઓમાં આજે પડશે અતિ ભારે વરસાદ

હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે મંગળવારે ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડશે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું વરસાદ ગુજરાત