ગુજરાત ચાર દિવસ વરસાદની આગાહી : સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ

Gujarat rain forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં અમદાવાદ સહિત મોટાભાગના જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટીંગ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ, બોટાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજ્યના તમામ જિલ્લામાં વરસાદી વાતાવરણ.

Gujarat rain forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં અમદાવાદ સહિત મોટાભાગના જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટીંગ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ, બોટાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજ્યના તમામ જિલ્લામાં વરસાદી વાતાવરણ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Forecast 6th 7th july 2023

ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદી વાતાવરણ (ફોટો - એક્સપ્રેસ)

Gujarat rain forecast : રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. વાતાવરણમાં ફરી ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામમાં આવી છે.

Advertisment

અમદાવાદમાં ધોધમાર વરસાદ

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે 12 વાગ્યા બાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. શહેરના ન્યુ રાણીપ,રાણીપ, ગોતા, એસજી હાઈવે, ચાંદલોડિયા, સોલા, નારાયણપુરા, નવરંગપુરા સહિત પશ્ચિમ વિસ્તારમાં બાપુનગર, નિકોલ, અમરાઈવાડી, શાહપુર, દિલ્લી દરવાજા, નાના ચિલોડા પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા.

બોટાદ સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

બોટાદ જિલ્લામાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સેથલી, તરઘરા, હડદડ, અળવ, નાગલપર, રાણપુરા, નાગનેશ,ધાર પીપળા, તો આ બાજુ બરવાળા શહેર તાલુકામાં રોજીદ પોલારપુર, ભીમનાથ કુંડળ, બેલા કાપડીયાળી, રામપરા સહિતના તમામ ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો.

Advertisment

કઈ તારીખે કયા જિલ્લામાં વરસાદની આગાહી

06-07-2023

વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં કેટલાક છૂટા છવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે. તો વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. તો સૌરાષ્ટ્રના જામનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.

07-07-2023

હવામાન વિભાગની આગાહી અનુસાર, શુક્રવારે આણંદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આ બાજુ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, ડાંગ અને તાપી જેવા જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

08-07-2023

શનિવારે સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છ જિલ્લામાં, તથા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

09-07-2023

હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, રવિવારે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જામનગર, મોરબી, દ્વારકામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ