Gujarat Rain : ગુજરાતમાં વરસાદને લઈ Good News: હવામાન વિભાગે આ જિલ્લાઓમાં બે દિવસ ભારે વરસાદની કરી આગાહી

Gujarat Rain Forecast : ગુજરાતમાં મેઘરાજાના લાંબા વિરામ બાદ ફરી એકવાર હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તારીખ 7 અને 8 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે.

Gujarat Rain Forecast : ગુજરાતમાં મેઘરાજાના લાંબા વિરામ બાદ ફરી એકવાર હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તારીખ 7 અને 8 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Forecast

ગુજરાત વરસાદ આગાહી

Gujarat Rain Forecast : ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં ધમાકેદાર વરસાદ વરસ્યો ત્યારબાદ મેઘરાજાએ એક મહિનો એટલે કે લગભગ પૂરો ઓગસ્ટ મહિનો આરામ ફરમાવ્યો. હવે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડીયામાં થોડા સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે 7 જિલ્લામાં બે દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે, સાથે કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદીની આગાહી કરી છે.

Advertisment

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે આગામી કલાકોમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણ, તો સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલાક છૂટા છવાયા સ્થળોએ મધ્યમ વરસાદ થઈ શકે છે.

ક્યાં કઈ તારીખે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી દિવસોમાં એટલે કે, જન્માષ્ટમી અને નોમના દિવસે નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણમાં યલો એલર્ટ આપ્યું છે, એટલે કે ભારે વરસાદની આગાહી કરી છે.

તારીખ પ્રમાણે વરસાદની આગાહી

05-09-2023

આવતીકાલ રાંધણ છઠના દિવસે પણ દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણ, તો સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગડ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલાક છૂટા છવાયા સ્થળોએ વરસાદ થઈ શકે છે.

Advertisment

06-09-2023

તો સીતળા સાતમે મધ્ય ગુજરાતમાં વડોદરા, દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણ. તો સૌરાષ્ટ્રમાં પોરબંદ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટા છવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડશે.

07-09-2023

હવામાન વિભાગે જન્માષ્ટમીના દિવસે ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં, તથા મધ્ય ગુજરાતમાં ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આ સિવાય નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી અને દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો - સારંગપુર મંદિર હનુમાનજી ભીંતચિંત્ર વિવાદ : સ્વામિનારાયણ સાધુઓની બેઠક યોજાઈ, તપાસ માટે સંત સમિતી રચાઈ, ટુંક સમયમાં નિર્ણય લેવાશે

08-09-2023

નોમના દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, તો ડાંદ નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વેધર ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત