/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Rain-Forecast-Gujarat.jpg)
ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast : ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ ચાર-પાંચ રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના લગભગ તમામ જિલ્લામા સારી બેટીંગ કરી, પરંતુ છેલ્લા બે અઠવાડીયાથી વરસાદે વિરામ લીધો છે. કેટલાક છૂટા છવાયા સ્થળોએ વરસદી ઢાપટા, અને હળવો મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યો છે. વરસાદે વિરામ લેતા ખેડૂતોની ચિંતા પણ વધી રહી છે. ત્યારે હવામાન વિભાગે થોડા રાહતના સાચાર આપ્યા છે, આગામી બે દિવસકેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
શનિવાર- રવિવાર વરસાદની સંભાવના
હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતીકાલ શનિવાર અને રવિવાર રાજ્યમાં અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની પુરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય દરિયા કિનારાના નજીકના વિસ્તારમાં 30થી 40 કિમી ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો જોઈએ કઈ તારીખે કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
18-08-2023
દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂ ટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, તો પંચમહાલ, દાહોદ અને મહિસાગર, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. પ્રદેશના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
Heavy Rainfall warning Dated:- 18-08-2023 pic.twitter.com/NsanOEB0Wc
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) August 18, 2023
19-08-2023
શનિવારે 30થી 40 કિમીની ઝડપ સાથે પવન ફૂંકાવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતના દમણ, દાદરાનગર હવેલીમાં છૂટા છવાયા સ્થળઓએ મધ્યમ વરસાદની સંભાવના છે. આ બાજુ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, ભાવનગર તથા બોટાદમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
20-08-2023
રવિવારે દક્ષિણ ગુજરાતના ડાંગ, નર્મદા, આ બાજુ છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી છૂટા છવાયા સ્થળોએ વરસાદની પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
21-08-2023
સોમવારે પણ દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગર હવેલી, સહિત ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી તો મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, પંચમહાલમાં વરસાદ પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં પણ હળવા વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો - હિમાચલ ભૂસ્ખલન: પોલીસકર્મીનું 1 કરોડની કિંમતનું ઘર ધરાશાયી, દર્દ ભૂલી તરત જ ફરજ નિભાવવા જોડાયા
22-08-2023
મંગળવારે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં તો સૌરાષ્ટ્રના જૂનાગડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ હલવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us