Gujarat rain forecast : ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. મેઘરાજાએ ગઈ કાલે બુધવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ગમરોળી દીધુ છે. સુરત જિલ્લાના પલસાણામાં સૌથી વધુ 9.6 ઈંચ વરસાદ નોંધાયો છે. તો સૌરાષ્ટ્રમાં પણ તમામ જિલ્લાઓમાં 1થી ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના મોટાભાગના તાલુકામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. તો અમદાવાદ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ કેટલાક સ્થળે છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. તો ચાર દિવસ ગુજરાતમાં ક્યાં કેવો વરસાદ રહેશે તે જોઈએ.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજ અને કાલનો દિવસ પણ ભારે
હવાાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે ચોમાસાના વરસાદની ગતિવિધી વધારે તેવું સર્ક્યુલેશન સક્રિય થયું છે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રથી કેરળ સુધી ટ્રોફ પ્રવર્તે છે, જેને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાદળો વધારે સક્રિય થયા છે. જેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગુરૂવાર અને શુક્રવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
શહેર-તાલુકો વરસાદ – ઈંચમાં પલસણા 9.60 બારડોલી 8.00 મહુવા 8.00 કામરેજ 7.50 સુરત સીટી 7.00 માંડવી 6.00 માંગરોળ 3.50 ઉમરપાડા 3.50 વાલોદ 5.00 વ્યારા 3.05 ડોલવણ 3.00 વલસાડ 5.03 પારડી 4.00 વાપી 3.05 ધરમપુર 3.05 ઉમરગામ 3.00 ખેરગામ 4.00 ગણદેવી 3.07 નવસારી 3.00 ચીખલી 3.00 દમણ-દાદરાનગર હવેલી 4.00
સૌરાષ્ટ્રમાં ક્યાં કેવો વરસાદ પડ્યો
શહેર-જિલ્લો વરસાદ – ઈંચ જૂનાગઢ 4.06 વિસાવદર 4.00 કુકાવાવ વડિયા 3.50 કુતિયાણા 4.03 દેવભૂમિ દ્વારકા 3.06 ઉપલેટા 3.01
આગામી ચાર દિવસ ક્યાં કેવી વરસાદની આગાહી
29 જૂન 2023
આજે ગુરૂવારે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, તો મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, ભરૂચ જિલ્લામાં છૂછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે.
30 જૂન 2023
શુક્રવારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી અને ભરૂચ ના અલગ-અલગ સ્થળોએ ભારેથી અતી ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સાબરકાંઠા. મધ્ય ગુજરાતમાં દાહોદ, મહિસાગર, વડોદરા, નર્મદા જિલ્લામાં. તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાાં એટલે કે જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવના કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
01 જુલાઈ 2023
01 જુલાઈ શનિવારે હવમાન વિભાગે દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી છે.
આ પણ વાંચો – ગુજરાતમાં બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 184 તાલુકામાં પડ્યો વરસાદ, ક્યાં કેટલો વરસાદ પડ્યો?
02 જુલાઈ 2023
રવિવારે 02 જુલીઈએ પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે.