ગુજરાત વરસાદની આગાહી: વડોદરા-સુરત જિલ્લામાં 27-28 ભારેથી અતિભારે વરસાદ, તમારા જિલ્લામાં ચાર દિવસ કેવો રહેશે માહોલ?

Gujarat Rain Forecast : ગુજરાતમાં ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ચુકી છે. હવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરતા કહ્યું કે, 27 તારીખે વડોદરા તથા 28 તારીખે સુરત જિલ્લાના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે છે.

Gujarat Rain Forecast : ગુજરાતમાં ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ચુકી છે. હવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરતા કહ્યું કે, 27 તારીખે વડોદરા તથા 28 તારીખે સુરત જિલ્લાના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Forecast 25 june 2023

ગુજરાતમાં વરસાદની આગાહી

Gujarat Rain Forecast : ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ગયું છે. રાજ્યમાં ચોમાસુ સક્રિય થતા જ કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી હતી કે રાજ્યના ભાગોમાં 30 જૂન સુધી ભારે વરસાદ પડશે. બિપરજોય સાયક્લોનને પગલે ગુજરાતમાં વિલંબથી ચોમાસાની શરૂઆત થતા રવિવારે રાજ્યના 82 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જેમાં ભાવનગરના ઘોઘામાં સૌથી વધુ 75 મીમી વરસાદ નોંધાયો હતો.

આઈએમડીના પ્રાદેશિક નિર્દેશક મનોરમા મોહંતીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું. “દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાત તરફ આગળ વધ્યું છે અને ચોમાસાની ઉત્તરીય મર્યાદા (NLM) રવિવારે વેરાવળ, વલ્લભ વિદ્યાનગરમાંથી પસાર થઈ રહી છે. તે આગામી 48 કલાકમાં ખેડા, આણંદ, ગીર સોમનાથ તરફ આગળ વધશે.

રવિવારે ક્યાં કેટલો વરસાદ પડ્યો

ભારે વરસાદની વાત કરીએ તો, ભાવનગરના ઘોઘામાં સૌથી વધુ 75 મીમી વરસાદ નોંધાયો હતો, આ સિવાય બોટાદના બરવાળામાં 44 મીમી, અમરેલીમાં 42 મીમી, ભાવનગરમાં 41 મીમી, સુરતના માંગરોળમાં 37 મીમી, ભરૂચના વાગરા અને રાજકોટના ગોંડલમાં 33 મીમી અને ભાવનગરના સિહોરમાં 31 મીમી એમએમનો સમાવેશ થાય છે.

2022માં ચોમાસુ ક્યારે ગુજરાત પહોંચ્યું હતું

ગયા વર્ષે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 15 જૂને તેના નિર્ધારિત આગમનના બે દિવસ પહેલા 13 જૂને રાજ્યમાં પ્રવેશ્યું હતું. તેવી જ રીતે, 2021 માં, રાજ્યએ 9 જૂને વલસાડના દક્ષિણ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમનની જાણ કરી હતી. ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખના લગભગ પાંચ દિવસ પહેલા થાય છે.

ભારતના અન્ય રાજ્યોમાં ચોમાસુ પહોંચ્યું

“દક્ષિણપશ્ચિમ ચોમાસું મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, મુંબઈ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત મહારાષ્ટ્રના બાકીના ભાગો, દિલ્હી, ગુજરાતના કેટલાક ભાગો, રાજસ્થાન અને હરિયાણાના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે. ઉત્તરાખંડના કેટલાક ભાગો અને હિમાચલ પ્રદેશના મોટાભાગના ભાગો અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના કેટલાક વધુ ભાગોમાં પહોંચી ચુક્યું છે.

કયા જિલ્લામાં ક્યારે ભારે-અતિભારે વરસાદની સંભાવના

27 જૂન 2023

27 જૂને સૌરાષ્ટ્રના સુરત અને ભરૂચ અને ગીર સોમનાથ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને આવરી લેશે. તો વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

28 જૂન 2023

28 જૂને વડોદરામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ અને દાદરા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. નગર હવેલી, અને ભાવનગર, સૌરાષ્ટ્રમાં પણ કેટલાક સ્થળે ભારે વરસાદ થઈ શકે છે.

29 જૂન 2023

હવામાન વિભાગે 29 જૂને સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તો દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો - વડોદરા પ્રાણીસંગ્રહાલયમાં હિપ્પોપોટેમસના હુમલામાં બચેલા ક્યુરેટરની આપવીતી, ‘…મે છેલ્લી પ્રાર્થના કરી દીધી હતી’

30 જૂન 2023

30 જૂનની હવામાન આગાહીમાં જણાવ્યું છે કે, "વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે."

Advertisment
વેધર ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ Express Exclusive