ગુજરાત વરસાદ આગાહી અપડેટ : હવે ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર! શનિવારે ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ માટે રેડ એલર્ટ

Gujarat Rain Forecast Update : રાજ્યમાં સમગ્ર જિલ્લામાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. ગઈકાલથી આજ સુધી ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, સુરત જેવા જિલ્લામાં કેટલાક સ્થળે ભારે વરસાદ થયો છે. તો સૌરાષ્ટ્રમાં પોરબંદર, જુનાગઢ, રાજકોટ અને કચ્છમાં ભારે વરસાદ જોવા મળ્યો. હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને તેની નજીકના દક્ષિણ ગુજરાત તરફના […]

Written by Kiran Mehta
Updated : July 07, 2023 17:07 IST
ગુજરાત વરસાદ આગાહી અપડેટ : હવે ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર! શનિવારે ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ માટે રેડ એલર્ટ

Gujarat Rain Forecast Update : રાજ્યમાં સમગ્ર જિલ્લામાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. ગઈકાલથી આજ સુધી ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, સુરત જેવા જિલ્લામાં કેટલાક સ્થળે ભારે વરસાદ થયો છે. તો સૌરાષ્ટ્રમાં પોરબંદર, જુનાગઢ, રાજકોટ અને કચ્છમાં ભારે વરસાદ જોવા મળ્યો. હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને તેની નજીકના દક્ષિણ ગુજરાત તરફના ચક્રવાકતનું પરિભ્રમણ હવે દરિયાની સપાટીથી 2.1 અને 5.8 કિમીની વચ્ચે જોવા મળી રહ્યું છે. આ અંતર્ગત રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સમગ્ર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

સવાર 6 થી અત્યાર સુધીમાં ક્યાં કેવો વરસાદ નોંધાયો

સવારથી જ મેઘરાજા મનમુકીને બેટીંગ કરી રહ્યા છે. આ અંતર્ગત સવારથી અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. જામનગરમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં 3.50 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય મહેસાણા, અમદાવાદ, સુરતમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય ગીર સોમનાથ, સાબરકાંઠા, રાજકોટ, બનાસકાંઠા, સુરેનદ્રનગર, ગીર સોમનાથ, પાટણ, કચ્છ, જામનગર, ભરૂચના કેટલાક તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો જોઈએ આજથી આગામી ચાર દિવસ માટે હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપી છે.

ક્યા કયા જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું

હવામાન વિભાગે ગીર સોમનાથ, જુનાગઢ અને દિવમાં રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ અનુસાર, શનિવારે આ ત્રણ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદની સંભાવના છે.

શુક્રવાર થી શનિવાર સવાર સુધી

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણમાં, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી સહિત સૌરાષ્ટ્ર- કચ્છ એટલે કે રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ તો મધ્યમ વરસાદની સંભાવના છે.

શનિવારથી રવિવાર સવાર સુધી

સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તો સુરત, નવસારી, વલસાડ અને દમણમાં, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી, જામનગર અને ભાવનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રવિવારથી સોમવાર સવાર સુધી

રવિવારે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી શકે છે. પાટણ, પોરબંદર, દ્વારકા, કચ્છમાં અતિભારે તો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા તથા જામનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સોમવારથી મંગળવાર સવાર સુધી

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચોગુજરાત વરસાદ આગાહી: તારીખ પ્રમાણે જાણો – ક્યાં ભારે, ક્યાં અતિભારે અને ક્યાં અતિથી અતિભારે વરસાદ પડી શકે છે

મંગળવારથી બુધવાર સવાર સુધી

મંગળવારે પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં મેઘરાજા મેઘ મહેર કરી શકે છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. તો કેટલાક તાલુકામાં ભારેથી મધ્યમ વરસાદની સંભાવના છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ