Gujarat rain forecast| ગુજરાત વરસાદ આગાહી : આગામી ચાર દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની સંભાવના

Gujarat Rain Forecast : ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા બાદ હવે ચોમાસાના વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર-પાંચ દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં ચોમાસાના વરસાદની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Rain Forecast : ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા બાદ હવે ચોમાસાના વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર-પાંચ દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં ચોમાસાના વરસાદની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Forecast

ગુજરાત વરસાદ આગાહી

Gujarat rain forecast : ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ અઠવાડિયે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, ગુરુવારે દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં શુક્રવાર અને રવિવાર વચ્ચે સમાન વાતાવરણ રહેશે.

Advertisment

બુધવારે રાજ્યનું સરેરાશ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું હતું. વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 38.8 °C નોંધાયું હતું, ત્યારબાદ ભાવનગરમાં 38.6 °C નોંધાયું હતું.

સુરેન્દ્રનગરમાં 37.8 ડિગ્રી સેલ્સિયસ જ્યારે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમરેલીમાં 36.8 ડિગ્રી, રાજકોટમાં 36.3, કંડલા એરપોર્ટમાં 35.5, ભુજ અને કેશોદમાં 34.6, નલિયા અને ઓખામાં 32.6 અને દ્વારકામાં 32.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

કઈ તારીખે કયા જિલ્લામાં થશે વરસાદ

22 જૂન 2023

ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં, સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાાં શુષ્ક હવામાનની સંભાવના છે.

Advertisment

23 જૂન 2023

ગુજરાત રાજ્યના તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી વિસાતારમાં છૂટોછવાયા
સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના, તો સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.

24 જૂન 2023

ગુજરાત પ્રદેશના મોટાભાગના જિલ્લા, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. તો પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં હવામાન સુષ્ક રહેવાની સંભાવના છે.

આ પણ વાંચો - ભારતના પાંચ સૌથી મોટા વાવાઝોડા: 24 વર્ષ પહેલા સુપર ચક્રવાતે સૌથી મોટી તબાહી મચાવી હતી, 10000 લોકોના મોત થયા હતા

25 જૂન 2023

દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ તથા ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, અને સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે

ચોમાસું ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ વરસાદ ગુજરાત Express Exclusive