ગુજરાત વરસાદ આગાહી: શનિવારે ભાવનગર-વલસાડમાં અતિશય, તો અમદાવાદ સહિત આ 6 જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના

Gujarat Rain Forecast update : ગુજરાતમાં હજુ બે દિવસ ભારે વરસાદ (Heavy Rain) પડી શકે છે. શનિવારે ભાવનગર અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદ, આણંદ, ભરૂચ માટે શનિવાર અને રવિવાર બંને દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Gujarat Rain Forecast update : ગુજરાતમાં હજુ બે દિવસ ભારે વરસાદ (Heavy Rain) પડી શકે છે. શનિવારે ભાવનગર અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદ, આણંદ, ભરૂચ માટે શનિવાર અને રવિવાર બંને દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain forecast, Bhavnagar, Valsad, Red Alert, Ahmedabad,

ગુજરાત વરસાદ આગાહી - ભાવનગર અને વલસાડમાં રેડ એલર્ટ, અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Gujarat Rain Forecast : હવામાન વિભાગે ગુજરાતમાં હજુ બે દિવસ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે શનિવારે ભાવનગર અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આજના દિવસ માટે હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે રેડ એલર્ટ આપ્યું હતું, તો સવારથી જ દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયામાં મેઘરાજાએ તાંડવ મચાવતા સવારથી અત્યાર સુધીમાં 9 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે, તો કલ્યાણપુરામાં અને કલ્યાણપુરા તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.

ક્યા જિલ્લામાં બે દિવસ અતિભારે અને ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગની આજની અપડેટ આગાહી અનુસાર, આવતીકાલે શનિવારે ભાવનગર અને વલસાડ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદની સંભાવના છે, એટલે કે આ વિસ્તારમાં 200 મીમીથી પણ વધુ વરસાદની સંભાવના છે. તો અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, ગીર સોમનાથ અને અમરેલી માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે,એટલે કે આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની પૂરી સંભાવના છે. આ સિવાય રવિવારની વાત કરીએ તો, હવામાન વિભાગે રવિવારે પણ અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ અને સુરત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગ તારીખ પ્રમાણે આગાહી

22 જૂન 2023

હવામાન વિભાગે 22 જૂન માટે ભાવનગર અને વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિથી અતિભારે વરસાદ (રેડ એલર્ટ) આપ્યું છે, તો બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારેથી ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) ની આગાહી કરી છે. તો વડોદરા, સુરત, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદમાં કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ (યલો એલર્ટ) થઈ શકે છે. આ સિવાય અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

23 જૂન 2023

હવામાન વિભાગે 23 જૂન રવિવાર માટે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત અને સુરેન્દ્રનગરમાં કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) ની સંભાવના વ્યક્ત કરી છે, તો પાટણ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, મોરબી અને કચ્છમાં ભારે વરસાદ (યલો એલર્ટ) ની શક્યતા વધારે જોવા મળી રહી છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ થઈ શકે છે.

આજે ક્યાં કેટલો વરસાદ પડ્યો

Today Rain Gujarat - 21 june 2023
આજના સવારથી અત્યાર સુધીના વરસાદના આંકડા

24 જૂન 2023

24 જીન માટે કોઈ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી, પરંતુ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં કેટલાક છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ (યલો એલર્ટ) ની વધારે શક્યતા જણાવવામાં આવી છે.

આ પણ વાંચો - Gujarat Rain News : દેવભૂમિ દ્વારકા જળબંબાકાર : ખંભાળીયા 9 ઈંચ, કલ્યાણપુરામાં 4 ઈંચ, જુઓ સવારથી ક્યાં કેવો વરસાદી માહોલ

25 જૂન 2023

હવામાન વિભાગે 25 જૂને મોટાભાગના જિલ્લામાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. પરંતુ, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જુનાગડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ