ગુજરાત વરસાદ આગાહી : રાજ્યના 8 જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ

Gujarat Rain Forecast, ગુજરાત વરસદા આગાહી : હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસની વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ક્યાં કેવો વરસાદ પડશે.

Gujarat Rain Forecast, ગુજરાત વરસદા આગાહી : હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસની વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ક્યાં કેવો વરસાદ પડશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં પાંચ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં પાંચ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી- Express photo

Gujarat Rain Forecast, ગુજરાત વરસાદ આગાહી : ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. વરસાદી માહોલ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યા બાદ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ રાઉન્ડ માર્યો હતો. જોકે, હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસની વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે રાજ્યના આઠ જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ક્યાં કેવો વરસાદ પડશે.

Advertisment

8 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે 4 જુલાઈ 2024, ગુરુવારે ગુજરાતના છ જિલ્લા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓની વાત કરીએ તો અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા,નવસારી, સુરત અને વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે

15 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે 4 જુલાઈ 2024, ગુરુવારે ગુજરાતના 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓની વાત કરીએ તો મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદનો સમાવેશ થાય છે.

આ વિસ્તારોમાં પડશે વંટોળ સાથે સામાન્ય વરસાદ

હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે આજે 4 જુલાઈ 2024, ગુરુવારના દિવસે કેટલાક ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક જિલ્લાઓમાં વંટોળ સાથે સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે.

Advertisment
Banaskantha Lakhni Heavy Rain
બનાસકાંઠાના લાખણીમાં ભારે વરસાદ

આ વિસ્તારોની વાત કરીએ તો ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડશે. આ વિસ્તારોમાં પવનની ગતિ 30-40 કિમી પ્રતિકલાકની રહેશે.

કાલે શુક્રવારે ક્યાં કેવો વરસાદ પડશે

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે કાલે 5 જુલાઈ 2024, શુક્રવારના દિવસે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદ પડશે.

આ પણ વાંચો

આ ઉપરાંત ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, ાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ સામાન્ય વરસાદ પડશે.

સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ પડશે.

વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત