ગુજરાત વરસાદ : હવામાન વિભાગ આગાહી, આ જિલ્લાઓમાં પડશે અતિભારે થી ભારે વરસાદ, ત્રણ દિવસ યલો-ઓરેન્જ એલર્ટ

Gujarat Very heavy rain forecast : હવામાન વિભાગે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ, તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદને લઈ ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું.

Written by Kiran Mehta
Updated : June 22, 2024 20:44 IST
ગુજરાત વરસાદ : હવામાન વિભાગ આગાહી, આ જિલ્લાઓમાં પડશે અતિભારે થી ભારે વરસાદ, ત્રણ દિવસ યલો-ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ આપ્યું (ફોટો - એક્સપ્રેસ)

Gujarat Rainfall Forecast : ગુજરાત માં ચોમાસાની અસર જામી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગર સહિત લગભગ તમામ રાજ્યમાં રવિવારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આજની આગાહી અનુસાર, આજે અને આગામી બે દિવસ મેઘરાજા કેટલાક જિલ્લામાં ધમાકેદાર બેટિંગ કરી શકે છે. તો તમને એ પણ જણાવી દઈએ કે, આજની આગાહી અનુસાર, મેઘરાજા વલસાડ જિલ્લામાં ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે.

હવામાન વિભાગ આગાહી : ત્રણ દિવસ યલો અને ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે આજની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે. ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની પુરી સંભાવના છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દાદરા નગર હવેલી અને દમણમાં ભારે વરસાદની સંભાવના છે. તો આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે, અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. તો દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય રાજ્યના લગભગ બધા જ જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે.

ગુજરાત : આજે ક્યાં કેવો વરસાદ પડ્યો?

Gujarat Today Rain Data 22th June 2024
ગુજરાત વરસાદ ડેટા – સવાર 6 વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધીનો (22 જૂન 2024) – ફોટો – ગુજરાત સ્ટેટ ઓપરેશન સેન્ટર

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા સવારે 6 વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધીના વરસાદના ડેટા પર નજર કરીએ તો, આજે સૌથી વધુ વરસાદ વલસાડના વાપીમાં 43 મીમી નોંધાયો છે. આ સિવાય, વલસાડ શહેરમાં 36 મીમી, વલસાડના ઉંમરગામમાં 25 મીમી, સુરતના મહુવામાં 22 મીમી, તો વલસાડ જિલ્લાના જ કપરાડામાં 18 મીમી, જામનગરના કાલાવાડ અને તાપીના નિઝરમાં 16 મીમી, તો પારડીમાં 12 મીમી વરસાદ નોંધાયો હતો. આ સિવાય અમરેલીના ખાંભામાં 11 મીમી, છોટા ઉદેપુરના કાવંતમાં 9 મીમી, વલસાડના ધરમપુરમાં 7 મીમી, તો અમરેલી, ધારી અને કુકરમુંડામાં 6-6 મીમી વરસાદ નોંધાયો. આ બાજુ રાજકોટના જામકંડોરણા અને અમરેલીના રાજુલામાં 5-5 મીમી વરસાદ નોંધાઓ હતો. તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના પોશિનામાં, સુરતના ચોરાસીમાં 3 મીમી વરસાદ નોંધાયો છે. તો ડાંગના વઘઈમાં 2 મીમી વરસાદ, તો બનાસકાંઠાના પાલનપુરમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો.

ગુજરાત : ક્યાં અતિભારે વરસાદ થશે?

હવામાન વિભાગ અનુસાર, રવિવારે દક્ષિણ ગુજરાતના પાંચ વિસ્તાર અને એક સૌરાષ્ટ્રના જિલ્લામાં અતિભારે વરસાદ થશે, તો સોમવારે દક્ષિણ ગુજરાતના બે જિલ્લા અને સૌરાષ્ટ્રના એક જિલ્લામાં અતિભારે વરસાદ થવાની પુરી સંભાવના છે. તો રવિવારની વાત કરીએ તો, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ થશે, તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ અતિભારે વરસાદ થવાની પુરી સંભાવના જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય સોમવારે પણ ભાવનગર, ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાત : ક્યાં ભારે વરસાદની આગાહી?

જો ભારે વરસાદ એટલે કે, યલો એલર્ટ આપવામાં આવ્યું હોય તેવા જિલ્લાની વાત કરીએ તો, આજે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી થઈ હતી. તમને જણાવી દઈએ કે, વલસાડ જિલ્લામાં મેઘરાજા આજે સવારથી જ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જો રવિવારની ભારે વરસાદ આગાહીની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં ભારે વરસાદ પડવાની પુરી સંભાવના છે. તો સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં મેઘરાજા ભારે વરસાદ વરસાવી શકે છે. આ બાજુ સોમવારે છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે, તો સૌરાષ્ટ્રમાં બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આ પણ વાંચો –

ગુજરાત : આ જિલ્લાઓમાં ભારે થી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે આ સિવાય રવિવારે રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની પુરી સંભાવના વ્યક્ત કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, તો સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર અને દીવમાં લગભગ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી જિલ્લામાં, મધ્ય ગુજરાતમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, મહિસાગર, વડોદરા, આ બાજુ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છના કેટલાક વિસ્તારમાં 30-40ની ઝડપે પવન સાથે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ