Gujarat Weather Update: અમદાવાદમાં મોડી રાતે વરસાદ, જાણો આજની ગુજરાત વરસાદ આગાહી, ત્રણ જિલ્લામાં Red Alert

Gujarat Weather forecast Update 24th June 2024 : અમદાવાદ હવામાન વિભાગે ત્રણ જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં રેડ એલર્ટ આપ્યું છે, જેમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, તો જોઈએ આજે ક્યાં કેટલો વરસાદ પડ્યો, અને આગામી બે દિવસ ક્યાં વરસાદ પડશે.

Gujarat Weather forecast Update 24th June 2024 : અમદાવાદ હવામાન વિભાગે ત્રણ જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં રેડ એલર્ટ આપ્યું છે, જેમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, તો જોઈએ આજે ક્યાં કેટલો વરસાદ પડ્યો, અને આગામી બે દિવસ ક્યાં વરસાદ પડશે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Forecast Updates 24th June 2024

ગુજરાત હવામાન વિભાગ વરસાદ આગાહી , 24-06-2024

Gujarat Rain Forecast Updates 24th June 2024 : ગુજરાતમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. સોમવારે જામનગર, સુરત, દેવભૂમિ દ્વારકા, વલસાડ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ સહિત અનેક સ્થળોએ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને મોડી રાતે અણદાવાદ સહિત રાજ્યના ઘણા ખરા વિસ્તારમાં વીજળીના ચમકારા સાથે વરસાદે ધબધબાટી બોલાવી હતી. છેલ્લા ચાર-પાંચ દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી સહિતના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. આજે પણ રાજ્યમાં રેડ એલર્ટ છે. આવો જાણીએ હવામાન વિભાગની આજની વરસાદની આગાહીમાં ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે, તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

હવામાન વિભાગ અનુસાર, સિનોપ્ટિક સિચ્યુએશન પર કહેવામાં આવ્યું છે કે, એક ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણ ગુજરાત અને પડોશમાં 1.5 અને 5.8 કિમીની વચ્ચે સરેરાશ દરિયાની સપાટીથી ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ તરફ નમેલુ છે. તો એક ટ્રફ ચક્રવાતી પરિભ્રમણ ઉપરથી દક્ષિણ ગુજરાતથી ઝારખંડ અને મધ્ય પ્રદેશ અને ઉત્તર છસ્સીગઢ સુધી 1.5 અને 4.5 કિમીની દરિયાની સપાટીથી ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ તરફ નમેલુ છે.

આજે ક્યાં કેટલો વરસાદ પડ્યો (સવાર 6 થી સાંજના 6 વાગ્યા સુધી)

આજના સવાર 6 થી સાંજના 6 વાગ્યા સુધીના વરસાદના ડેટા પર નજર કરીએ તો, જામનગરના લાલપુરમાં સૌથી વધુ 65 મીમી, સુરતના ઓલપાડમાં 47, દેવભૂમિ દ્વારકા કલ્યાણપુરમાં 42 મીમી અને ભાણવડમાં 36 મીમી, તો વલસાડ શહેરમાં 37 મીમી વરસાદ નોંધાયો છે. આ બાજુ છોટા ઉદેપુરના સંખેડામાં 34 મીમી, વડોદરાના કરજણમાં 33 મીમી, ભરૂચના નેત્રંગમાં 30 મીમી, નર્મદાના નાંદોદમાં 28 મીમી, પંચમહાલના હાલોલમાં 26 મીમી, વડોદરાના ડભોઈ અને ડાંગ આહ્વામાં 25 મીમી, તો અંકલેશ્વર, ઉમરપાડા અને ખંભાળિયામાં 24 મીમી વરસાદ નોંધાયો છે. તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વડોદરાના વાઘોડિયામાં 23 મીમી વરસાદ પડ્યો છે.

Rainfall Data (6 am to 6 pm)
વરસાદ ડેટા (સવાર 6 થી સાંજના 6 વાગ્યા સુધી)

આ બાજુ જાંબુઘોડા, તીલકવાડા અને વાઘરામાં 22 મીમી, તો શિનોર અને ભરૂચ શહેરમાં 19 મીમી વરસાદ નોંધાયો છે. તો રાજકોટ, જંબુસર, વઘઈ અને ગઢડામાં 18 મીમી, તો વડોદરા, ઉમરાળા, હાંસોટ, બોડેલી, જામનગર, માણસા, કાવંત, વલ્લીભીપુર, શિહોર, ઝગડિયા અને નસવાડીમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય શહેરોમાં પણ 10 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.

Rainfall Data (6 am to 6 pm)
વરસાદ ડેટા (સવાર 6 થી સાંજના 6 વાગ્યા સુધી)

હવામાન વિભાગની આજની આગાહી, ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગે આજના સોમવારના દિવસ માટે (25 ની સવાર 8 વાગ્યા સુધી) માં વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અને આ બાજુ સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે અને જણાવ્યું છે કે, અહીં ભારેથી અતિભારે વરસાદ થવાની પુરી સંભાવના છે. આ સિવાય સુરત, ડાંગ, તાપી, નવસારી, જૂનાગઢ, અમરેલી ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અરવલ્લી, મહિસાગર, છોટા ઉદેપુર,ભરૂચ અને નર્મદા જિલ્લામાં, તો રાજકોટ, પોરબંદર અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ બાજુ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તથા કચ્છ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સહિત પવન સાથે હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે.

મંગળવારે બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે

જો આવતીકાલ મંગળવારની વાત કરીએ તો, હવામાન વિભાગે બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ સિવાય સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આ બાજુ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તથા કચ્છ વિસ્તારમાં ગાજ વીજ સાથે 30-40 કિમીના પવન સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે.

બુધવારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

બુધવારે મધ્ય ગુજરાતમાં પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. તો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તથા કચ્છ વિસ્તારમાં મેઘ ગર્જના સાથે 30-40 કિમીના પવન સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો - ગુજરાતના આજના લેટેસ્ટ સમાચાર : બોઈલર બ્લાસ્ટમાં બે ના મોત, ઉત્તર ગુજરાતમાં સરકારની ભેટ, રાજુલામાં સિંહનો આતંક

ગુરૂવાર અને શુક્રવાર દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે ભારે વરસાદ

આ સિવાય ગુરૂવાર અને શુક્રવારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ બોડેલીભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Advertisment
વેધર ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત