ગુજરાત વરસાદ અપડેટ્સ : 59 જળાશયો 100 ટકા ભરાયા, 72 હાઈ એલર્ટ પર, સાત નદીઓ એવરફ્લો, 523 રસ્તાઓ બંધ થયા

Gujarat Rain Forecast and Weather updates : ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી પગલે રાજ્ય ભરમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર અને વરસાદની સ્થિતિને પહોંચીવળવા તંત્ર અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

Gujarat Rain Forecast and Weather updates : ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી પગલે રાજ્ય ભરમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર અને વરસાદની સ્થિતિને પહોંચીવળવા તંત્ર અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Forecast and Weather updates

ગુજરાત વેધર ન્યુઝ

Gujarat Rain Updates: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યભરમાં મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે. સતત ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પૂર જેવો માહોલ સર્જાયો છે. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, તો સાત જેટલી નદીઓ ઓવરફ્લો થઈ છે. આ સિવાય રાજ્યના 30 ટકા જેટલા જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. અનેક રોડ રસ્તા પાણી ભરાઈ જતા બંધ કરવામાં આવ્યા છે. તો કેટલાય ગામ સંપર્ક વિહોણા બન્યા છે. જેને પગલે તંત્ર એલર્ટ તઈ ગયું છે, અને રેસક્યુ ઓપરેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Advertisment

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. મુખ્યમંત્રીએ સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી, આ સિવાય જિલ્લા કલેક્ટરઓ અને મ્યુન્સિપલ કમશનરઓને સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે હોવી જોઈએ.

તેમણે નદી નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ના જાય તે માટેની ખાસ તકેદારી અને જરૂર જણાય તો પોલીસની મદદથી કડકાઈ વર્તીને પણ લોકોને અટકાવવા જરૂરી છે તેમ કલેક્ટરઓને આ અંગેની સૂચનાઓ આપતા જણાવ્યું હતું.

ગુજરાતમાં વરસાદને લઈ કેવી સ્થિતિ

17827 લોકોનું સ્થળાંતર તેમજ 1653 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહીને પગલે NDRF, SDRF, સ્થાનિક પોલીસની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવા સાથે સ્થળાંતર કામગીરીની વિગતો પણ તેમણે મેળવી હતી. તો રાજ્યમાં અત્યાર સુધીમાં 17827 લોકોનું સ્થળાંતર તેમજ 1653 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 13 અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે.

Advertisment

સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમ નો એવરેજ 91.88 ટકા વરસાદ થયો

તદ અનુસાર સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 244 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સરેરાશ 63.36 મી..મી વરસાદ આ સમયગાળામાં પડ્યો છે. આ 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ખેરગામમાં 356 મીમી નોંધાયો છે. સોમવારે, 26 ઓગસ્ટના સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ 157 મિ.મી. વરસાદ વરસ્યો છે. સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમ નો એવરેજ ૯૧.૮૮ ટકા વરસાદ થયો છે.

ગુજરાતના જળાશયોની સ્થિતિ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા આ વરસાદને પરિણામે નદીઓ જળાશયોમાં આવેલા પાણીની સ્થિતિની પણ વિગતો મેળવી હતી. તમને જણાવી દઈએ કે, રાજ્યના 206 જળાશયોમાંથી 100% ભરાઈ ગયા હોય તેવા 59 જળાશયો છે. 72 જળાશયો હાઈ એલર્ટ પર અને 22 એલર્ટ પર રાખવામાં આવ્યા છે, તથા 9 માટે છલકાઈ જવાની વોર્નિંગ અપાઇ છે અને 7 નદીઓ ઓવરફ્લો થઈ છે. સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 88.74% એટલે કે 2,96,459 MCFT પાણીનો જથ્થો છે.

રાજ્યમાં 7009 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, 6977માં સ્થિતિ પૂર્વવત

મુખ્યમંત્રીએ વરસાદને કારણે વીજ પુરવઠાને, માર્ગોને કે આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાને પડેલી અસર પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા સંબંધિત તંત્રવાહકોને અને વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ આપી છે. સમગ્ર રાજ્યમાં 7009 ગામોના વીજ પુરવઠાને અસર પહોંચી હતી તેમાંથી 6977 ગામોમાં સ્થિતી પૂર્વવત થઈ છે અને વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે. એટલું જ નહીં 6090 વીજ પોલને થયેલા નુકસાનમાંથી 5961 રીપેર કરી દેવાયા છે.

રોગચાળો અટકાવવા જંતુનાશક દવાઓનો છંટકાવ

મુખ્યમંત્રીએ વરસાદ અટકે એટલે તુંરત જ રોગચાળા નિવારણના આગોતરા પગલાં લેવા માટે જંતુનાશક દવાનો છટકાવ, માટી, કાંપ દૂર કરી સફાઈ કામગીરી ત્વરાએ હાથ ધરવા તથા રસ્તા પરની આડશો દૂર કરી માર્ગો પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા પણ સૂચનાઓ આપી હતી.

આ પણ વાંચો - ગુજરાત વેધર અપડેટ્સ: 11 જિલ્લામા રેડ એલર્ટ, તમામ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રોડ રસ્તા જળમગ્ન, ડેમ ઓવરફ્લો

ભારે વરસાદથી 523 માર્ગો બંધ થયા, અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા

રાજ્યમાં હાલ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં મળીને સમગ્ર તયા 523 માર્ગો બંધ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે પણ વિગતો મેળવી હતી. હવામાન વિભાગના અધિકારીઓએ આગામી બે ત્રણ દિવસ સુધી રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદની આગાહી કરી છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વિગતો આપી હતી.

વેધર ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત