Gujarat Rain Forecast : આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન?

Gujarat rain forecast, Gujarat Weather Updates, today temperature, IMD forecast : સોમવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ પડ્યો હતો. આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડશે અહીં વાંચો.

Gujarat rain forecast, Gujarat Weather Updates, today temperature, IMD forecast : સોમવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ પડ્યો હતો. આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડશે અહીં વાંચો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat rain forecast | Gujarat today weather | ગુજરાતનું હવામાન, ગુજરાતમાં વરસાદની આગાહી

ગુજરાતનું હવામાન, ગુજરાતમાં વરસાદની આગાહી - photo - Social media

Gujarat Rain Forecast, Gujarat Weather Updates : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ગુજરાતમાં સોમવારે 13 મે 2024ના રોજ બપોર પછી વતાવરણમાં અચાનક પટલો આવ્યો હતો. વૈશાખ મહિનામાં જ અષાઢ માસ જેવો માહોલ સર્જાયો હતો. સોમવારે સાંજે કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આજે પણ રાજ્યના 10 જિલ્લા અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી.

Advertisment

આજે રાજ્યના આ જિલ્લાઓમાં પડશે વરસાદ

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 14 મે 2024, મંગળવારના રોજ રાજ્યના કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને દીવમાં વીજળીના ચમકારા સાથે વરસાદ પડશે. જ્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં સુરેન્દ્રનગર, રાજકો, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદમાં ભારે ગાજવીજ અને ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે.

આ ઉપરાંત હવામાન વિભાગે 15 મે 2024, બુધવારના દિવસે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.

આજે અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં સોમવારે 42.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જોકે, સાંજના સમયે વાતાવરણમાં પલટાયું અને કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો હતો. જોકે, AccuWeather.com પ્રમાણે આજે 14 મે 2024, મંગળવારે અમદાવાદમાં મોટભાગે વાદળછાયું વાતાવરણ રહેશે. અને દિવસ દરમિયાન ગરમીનો પારો 42 ડિગ્રીથી 30 ડિગ્રી વચ્ચે રહેશે. આજે હવાની ગુણવત્તા ખરાબ રહેશે. જ્યારે 11 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાશે.

Advertisment

આ પણ વાંચોઃ-Indian Railway: અમદાવાદ હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન શરૂ, ટ્રેન ટિકિટ ભાડું, રૂટ સહિત તમામ વિગત જાણો

ડીસા ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે સોમવારે ગુજરાતમા ગરમીનો પારો 42 ડિગ્રી ઉપર રહ્યો હતો. 42.8 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ડીસા ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે 42.4 ડિગ્રી સાથે અમદાવાદ બીજા ક્રમે રહ્યું, 42.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર ત્રીજા ક્રમે રહ્યું હતું. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન 33 ડિગ્રી દીવમાં નોંધાયું હતું.

વાતાવરણમાં પલટા સાથે સોમવારે રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ42.4 29.2
ડીસા42.827.2
ગાંધીનગર41.8 29.5
વલ્લભ વિદ્યાનગર39.8 28.4
વડોદરા40.6 29.0
સુરત38.8 28.5
વલસાડ0020.8
દમણ36.0 26.6
ભુજ39.6 25.2
નલિયા36.2 23.5
કંડલા પોર્ટ37.1 27.0
કંડલા એરપોર્ટ40.4 26.3
અમરેલી0000
ભાવનગર36.9 30.1
દ્વારકા34.0 28.4
ઓખા33.9 27.0
પોરબંદર35.2 24.5
રાજકોટ42.0 24.3
વેરાવળ33.8 26.7
દીવ33.0 25.3
સુરેન્દ્રનગર42.3 28.0
મહુવા39.426.3
40.1 23.738.4 25.0
હવામાન વિભાગે સોમવારે સાંજે જાહેર કરેલા ગરમીના આંકડા
ઉનાળો આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત