Gujarat Rain: રાજ્યમાં વરસાદનો વિરામ, 15 તાલુકામાં જ વરસાદ નોંધાયો

Gujarat Weather Forecast : રવિવારને 1 સપ્ટેમ્બરના રોજ સૌથી વધારે છોટા ઉદેપુરના બોડેલીમાં 44 મીમી (પોણા બે ઇંચ) વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ફક્ત એક જ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે

Gujarat Weather Forecast : રવિવારને 1 સપ્ટેમ્બરના રોજ સૌથી વધારે છોટા ઉદેપુરના બોડેલીમાં 44 મીમી (પોણા બે ઇંચ) વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ફક્ત એક જ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain data, Gujarat rain updates, Gujarat Monsoon Forecast

ગુજરાતમાં વરસાદ - Photo - Social media

Gujarat Weather Forecast : એક તરક હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જોકે રવિવારે વરસાદનું જોર ઘટ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો રવિવારને 1 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 15 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છોટા ઉદેપુરના બોડેલીમાં 44 મીમી (પોણા બે ઇંચ) વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ફક્ત એક જ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. બોડેલી 44 મીમી, તિલકવાડા 19 મીમી, નસવાડી 17 મીમી, દાંતીવાડા 10 મીમી, ગરુડેશ્વર 9 મીમી, સંખેડા, ગલતેશ્વર 8 મીમી, વિજયનગર 7 મીમી, નખત્રામા, માંડવીમાં 3 મીમી, જામનગર, નવસારી 2 મીમી, રાણાવાવ, ઘોઘાંબા અને વાપીમાં 1 મીમી વરસાદ વરસ્યો છે.

2 સપ્ટેમ્બરની વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 સપ્ટેમ્બરે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા,છોટા ઉદેપુર, અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો - ગુજરાતમાં ફરી જોવા મળશે મેઘમહેર, પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

3 સપ્ટેમ્બરની વરસાદની આગાહી

3 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદામાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત