Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદ, ઉમરપાડામાં 10 ઇંચ સાથે જળબંબાકાર

Gujarat Weather Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારને 10 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે

Gujarat Weather Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારને 10 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદની જમાવટ, આજની આગાહી

Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદની જમાવટ, આજની આગાહી - Express photo

Gujarat Weather Forecast : દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરુ થયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારને 10 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં 10.04 ઇંચ વરસાદ વરસ્યો છે.

મંગળવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ઉમરપાડા 10.04 ઇંચ, સાગબારા 3.03 ઇંચ, ખેરગામ 2.76 ઇંચ, સંખેડા 2.17 ઇંચ, દાહોદ 1.89 ઇંચ, ડેડિયાપાડા 1.85 ઇંચ, છોટા ઉદેપુર 1.61 ઇંચ, બારડોલી અને કુકરમુંડા 1.42 ઇંચ, પલસાણા 1.34 ઇંચ, નસવાડી 1.34 ઇંચ, નીઝર 1.30 ઇંચ, સરસ્વતી અને ચીખલી 1.26 ઇંચ અને કામરેજ 1.18 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 15 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

આ સિવાય અમીરગઢ, કરજણ, વડગામ 24 મીમી, મોરવા હડફ 23 મીમી, પાલનપુર, કાંકરેજ, સોનગઢ 22 મીમી, ડીસા, ધાનપુર, માંડવી 21 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 68 તાલુકામાં 1 થી લઇને 20 મીમી વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો - અંબાજી ભાદરવી પૂનમ મહામેળો: પાર્કિંગથી લઈ, રહેવા, જમવા સહિતની સંપૂર્ણ માર્ગદર્શિકા

વરસાદની આગાહી

11 સપ્ટેમ્બરના રોજ વરસાદની આગાહીની વાત કરવામાં અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલ્લો એેલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત