Gujarat Rain: ફરી એક વખત રાજ્યમાં વરસાદી માહોલ, જૂનાગઢના માળિયા હાટીનામાં 3.15 ઇંચ વરસાદ

Gujarat Weather Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો 12 ઓક્ટોબરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 39 તાલુકામાં વરસાદ નોંધાયો છે

Gujarat Weather Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો 12 ઓક્ટોબરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 39 તાલુકામાં વરસાદ નોંધાયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Rain 2024, rain in gujarat,

ગુજરાતમાં વરસાદ. (Express photo - Nirmal Harindran)

Gujarat Weather Forecast, ગુજરાત વરસાદ : રાજ્યમાં ચોમાસાની વિદાય થઇ હોવા છતા વરસાદ હજુ જવાનું નામ લેતો નથી. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો 12 ઓક્ટોબરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 39 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે જૂનાગઢના માળિયા હાટીનામાં 3.15 ઇંચ વરસાદ વરસ્યો છે.

શનિવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. માળિટા હાટીના 80 મીમી, ગણદેવી 51 મીમી (2.01 ઇંચ), માંગરોળ 35 મીમી (1.38 ઇંચ), રાણાવાવ, કેશોદ 21 મીમી, પોરબંદર 20 મીમી, જેતપુર 19 મીમી, શુબીર 16 મીમી, નવસારી 15 મીમી, સોનગઢ, ખેરગામ 14 મીમી, કોટડા સાંગણી, સુરત 13 મીમી, મેંદરડા અને અમરેલી 10 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 24 તાલુકામાં 1 થી લઇને 9 મીમી વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો - કડી તાલુકામાં મોટી દુર્ઘટના, દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 8 શ્રમિકોના મોત

વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 13 ઓક્ટોબરે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલ્લો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26 ડિગ્રી રહેવાની સંભાવના છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત