/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Rain-In-Gujarat.jpg)
Gujarat Rain: ગુજરાતમાં વરસાદ. (Express Photo by Praveen Khanna)
Gujarat Weather Forecast : રાજ્યમાં ફરી એક વખત વરસાદ ધીમો પડ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો બુધવારને 12 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારીના ચીખલીમાં 1.06 ઇંચ વરસાદ વરસ્યો છે.
ગુરુવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ચીખલી 27 મીમી, શુબીર 25 મીમી, વઘઇ 24 મીમી, ગણદેવી 22 મીમી, વાંસદા 19 મીમી, ડોલવાન 16 મીમી, ધરમપુર,ડાંગ આહવા 13 મીમી, વ્યારા 12 મીમી, ખેરગામ 11 મીમી, કપરાડા 10 મીમી વરસાદ વરસ્યો છે.
જ્યારે ઉમરગામ 9 મીમી, નવસારી 8 મીમી, સુરત, વાપી, ઉમરપાડા 7 મીમી, જલાલપોર 6 મીમી, બારડોલી, સોનગઢ 5 મીમી, સાગબારા, પલસાણા, ઉચ્છલ, સંખેડામાં 4 મીમી, મહુવા, બોડેલી 2 મીમી, જેસર અને માંડવીમાં 1 મીમી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો - શું છે ‘લા નીના’? આ વર્ષે વધારે ઠંડીનું બની શકે છે કારણ
વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની હાલ કોઇ ચેતવણી આપવામાં આવી નથી. રાજ્યમાં તાપમાન વધતા બફારાનું પ્રમાણ વધ્યું છે.
વરસાદમાં નુકસાનીનું આંકલન કરવા દિલ્હીથી ટીમ આવી
અધિક મુખ્ય સચિવ જયંતી રવિના અધ્યક્ષ સ્થાને રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલ નુકશાન સંદર્ભે નવી દિલ્હીથી આવેલ ટીમ સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. 25 ઓગસ્ટ 2024થી રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે પડેલ ભારે વરસાદને કારણે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં થયેલ નુકશાનીનું આંકલન કરવા ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ની 6 સભ્યોની ટીમ 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર એમ ચાર દિવસ ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us